For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલાઃ શ્રદ્ધાળુઓની ધરપકડ બાદ વિરોધ ઉગ્ર, સીએમ નિવાસ બહાર ભીડ એકત્ર

કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે 100થી વધુ શ્રદ્ધાળુની ધરપકડ બાદ કેરળના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયુ છે.

|
Google Oneindia Gujarati News

કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે 100થી વધુ શ્રદ્ધાળુની ધરપકડ બાદ કેરળના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની ગયુ છે. સબરીમાલા કર્મા સમિતિના કાર્યકર્તા પોલિસ સ્ટેશનોની બહાર 'નામ જપા' (મંત્રોનું ઉચ્ચારણ) વિરોધ કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકોનો સમૂહ ક્લિફ હાઉસ, તિરુવનંતપુરમ સ્થિત મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના સરકારી નિવાસનો ઘેરાવ કરવા પણ જઈ પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ 'અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છે': આપ નેતાનું વિવાદિત નિવેદનઆ પણ વાંચોઃ 'અમૃતસર ધમાકામાં સેનાધ્યક્ષનો હાથ હોઈ શકે છે': આપ નેતાનું વિવાદિત નિવેદન

આગળ વધતા અટકાવાયા

આગળ વધતા અટકાવાયા

જો કે પોલિસે તેમને નાંતેનકોડમાં આગળ વધતા અટકાવી લીધા હતા. સમાચાર અનુસાર ભાજપ નેતાઓનું એક દળ કેરળના મંત્રી સથાશિવમ સાથે મુલાકાત કરશે જ્યારે આરએસએસ સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ પણ આજે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યુ છે. વળી, કોંગ્રેસે કહ્યુ છે કે કેરળ સરકારે સુરક્ષાના નામ પર આતંકનો માહોલ બનાવીને રાખ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી

તમને જણાવી દઈએ કે પોલિસે રવિવારે સન્નીધામમાં 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી જ્યારે તે મંદિરની બહાર જમા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારબાદથી જ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર થઈ ગયુ છે અને કેરળ સરકાર સામે શ્રદ્ધાળુઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. સુરક્ષા કારણોસર નિલક્કલથી આવનારા રસ્તાઓ પર રાતે 8 વાગ્યાથી જ બસો અટકાવી દેવામાં આવી છે અને મંદિર આસપાસ પોલિસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે.

800 વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ

800 વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓનો પ્રવેશ કરવાનો આદેશ આપ્યા હતા. આ મંદિરમાં મહિલાઓને પ્રવેશ નહિ આપવાના નિયમને છેલ્લા 800 વર્ષોથી માનવામાં આવી રહ્યો હતો. સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક હતી.

આ પણ વાંચોઃ ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દેઆ પણ વાંચોઃ ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે

English summary
sabarimala protest wide spreading after the arrest of several pilgrims at sannidhanam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X