For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિરમાં શ્રીલંકન મહિલાએ કર્યો પ્રવેશ, CCTVમાં દ્રશ્યો થયાં કેદ

સબરીમાલા મંદિરમાં શ્રીલંકન મહિલાએ કર્યો પ્રવેશ, CCTVમાં કેદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કેરળના સબરીમાલા મંદિરમાં શ્રીલંકાની મહિલા શશિકલાના પ્રવેશને લઈ આજે સવારે અલગ જ પ્રકારનો રિપોર્ટ સામે આવી રહ્યો છે. સૌથી પહેલા એ વાતના અહેવાલ આવ્યા હતા કે શ્રીલંકાની મહિલાને મંદિરમાં પ્રદેશ કરવા દેવામાં આવ્યો અને તેણે મંદિરમાં ભગવાન અયપ્પાનાં દર્શન કર્યાં. ખુદ પોલીસે આ વાતની પુષ્ટિ કરી હતી કે મહિલાએ મંદિરમાં દર્શન કર્યાં અને પૂજા-અર્ચના કરી હતી. પરંતુ ખુદ શ્રીલંકન મહિલાએ આ રિપોર્ટ ફગાવી દીધો છે. મહિલાએ દાવો કર્યો કે તેને મંદિરની અંદર નહોતી જવા દેવામાં આવી. પરંતુ હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે.

મહિલાએ રિપોર્ટ ફગાવ્યા

મહિલાએ રિપોર્ટ ફગાવ્યા

જણાવી દઈએ કે સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે જેમાં જોઈ શકાય છે કે મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ શ્રીલંકાની મહિલાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે પણ મહિલાએ મંદિરની અંદરથી દર્શન કર્યાં હોવાની વાતની પુષ્ટિ કરી છે. પરંતુ જેવી રીતે મહિલાએ ખુદ આ વાતનો ઈનકાર કરતા કહ્યું કે તેને મંદિરમાં જતાં રોકી લેવામાં આવી હતી અને જબરદસ્તી પાછી મોકલી દેવામાં આવી તેના પર કેટલાય સવાલો ઉઠી રહ્યા છે.

ભારતે રોહીંગ્યા મુસલમાનોના વધુ એક ગ્રૂપને મ્યાનમાર મોકલ્યાભારતે રોહીંગ્યા મુસલમાનોના વધુ એક ગ્રૂપને મ્યાનમાર મોકલ્યા

પોલીસે પણ પુષ્ટિ કરી

પોલીસે પણ પુષ્ટિ કરી

શરૂઆતમાં મીડિયા રિપોર્ટ્સ મુજબ શશિકલા અને તેના સંબંધીઓએ પોલીસને આ વાતની સૂચના આપી હતી કે તે મંદિરની અંદર દર્શન માટે જશે, આ બાબતે તેમણે પોતાની ઉંમરનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું. શશિકલા પાસે શ્રીલંકાનો પાસપોર્ટ છે, જેમાં તેની ઉંમર 46 વર્ષ છે. મંદિરમાં પ્રવેશ દરમિયાન તેમને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી, જેમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ સામેલ હતી. જો કે આ પોલીસકર્મી વરદીમાં નહોતી. અગાઉ 2 જાન્યુઆરીએ 2 મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જેમનું નામ બિંદૂ અને કનકદુર્ગા હતું.

પહેલા પણ મહિલાઓએ પ્રવેશ કર્યો

પહેલા પણ મહિલાઓએ પ્રવેશ કર્યો

અગાઉ 2 જાન્યુઆરીએ 2 મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ મુખ્ય પુજારીએ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિરના કપાટ બંધ કરી હીધા હતા. આ બંને મહિલાઓના મંદિરમાં પ્રવેશ બાદ રાજ્યભરમાં હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસે મુખ્યમંત્રી પિનારયી વિજયન પર વાક્ પ્રકાર કર્યો અને તેમના પર મંદિરની પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહિં મંદિરમાં મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કેટલીય જગ્યાએ તોડફોડ કરી હતી.

પીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાંપીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાં

English summary
Sabarimala Row: CCTV footage shows Srilankan woman entered in the temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X