6 મહિના બાદ શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્યું કેરળનું સબરીમાલા મંદિર
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા કરી દીધી હતી જે અંતર્ગત તમામ ધાર્મિક સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જો કે હવે અનલૉકની ગાઈડલાઈન અંતર્ગત ધીરે ધીરે ગતિવિધિઓમાં છૂટ આપવામા આવી રહી છે. આ ક્રમમાં શનિવારે 6 મહિના બાદ કેરળમા પ્રસિદ્ધ ભગવાન અયપ્પા મંદિરને ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, જેમાં માસ્ક, થર્મલ સ્કેનિંગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમો છે.
જણાવી દઈએ કે સબરીમાલા મંદિર શુક્રવારે સાંજે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું, આ દરમ્યાન મંદિરના પુજારીઓને માસ્ક, થર્મલ સ્કેનિંગ અને કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ જોયા બાદ જ મંદિર પરિસરમાં એન્ટ્રી આપવામાં આવી. મંદિરમાં તીર્થયાત્રીઓને 21 ઓક્ટોબરથી પ્રવેશની મંજૂરી રહેશે. મંદિરમાં પ્રાર્થના માટે પહોંચી રહેલા જે પુજારીઓ પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ નથી તેમનું નિલૈકલ પર રેપિડ એન્ટીજન પરીક્ષણ કરવામાં આવ્યું રહ્યું છે. 25 માર્ચ બાદ આ પહેલીવાર છે જ્યારે તીર્થયાત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
નવરાત્રિનો પાવન પર્વ આજથી શરૂ, ગુજરાત સરકારે આ વસ્તુઓની છૂટ આપી
જણાવી દઈએ કે આ મંદિર દરરોજ સવારે પાંચ વાગ્યે ખુલે છે, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ મંદિરનું મેનેજમેન્ટ કરે છે. શનિવારે સવારે લગભગ 246 લોકોએ મંદિરમાં દર્શન માટે ઑનલાઈન બુકિંગ કરાવ્યું છે. પ્રત્યેક દિવસ 250 લોકોને મંદિરમાં જવાની મંજૂરી રહેશે. આ વખતે શ્રદ્ધાળુઓની બહુ ભીડ જોવા નહિ મળે, માત્ર રજિસ્ટર્ડ લોકોને જ દર્શનની મંજૂરી હશે. જણાવી દઈએ કે મંદિરને માસિક પૂજા માટે શુક્રવારે સાંજે ખોલવામાં આવ્યું હતું, પરંતુ શનિવારે માત્ર 'થુલમ' (મલયાલમ મહિનો)ના પહેલા દિવસેથી ભક્તોને પ્રવેશની મંજૂરી હતી.