For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસની કાર્યવાહી અને બબાલને કારણે સબરીમાલામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી

બબાલને કારણે સબરીમાલામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સબરીમાલામાં બુધવારે વાર્ષિક તીર્થયાત્રાના પાંચમા દિવસે શ્રદ્ધાળુઓની ભીડમાં ઘટાડો જોવા મળ્યો. જો કે આંશિક રૂપે પોલીસ લગાવેલ રોક બાદ ઢીલ આપવામાં આવી હતી. પરંતુ મીડિયા કોર્નરની પાસે જે શ્રદ્ધાળુઓ અટક્યા હતા તેમને પોલીસે બુધવારે ત્યાંથી હટાવી દીધા હતા. સબરીમાલામાં પોલીસની કાર્યવાહીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યવાહીને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરત ફરવું પડ્યું છે.

sabarimala

શ્રદ્ધાળુઓને હટાવતાં પોલીસે તેમને અન્ય સ્થળે જવા માટે કહ્યું હતું. જ્યારે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે મંદિરમાં બંધ થયા બાદ પણ પોલીસે એમને ત્યાં આરામ કરવાની મંજૂરી આપી નહોતી. એમનું કહેવું હતું કે તેઓ હંમેશા ત્યાં આરામ કરતા હતા. જે શ્રદ્ધાળુઓએ આગલા દિવસે પૂજા કરવી છે, એમણે પોલીસની આ કાર્યવાહીને કારણે અસુવિધાનો સામનો કરવો પડ્યો છે.

જ્યારે 50 શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ નામાજાપોમ માટે વાલિયા નદાપંગલ સુધી પહોંચી ગયું હતું. જણાવી દઈએ કે સબરીમાલામાં દરેક વર્ગની મહિલાઓના પ્રવેશના મામલા પર વિરોધ યથાવત છે અને આને પગલે સીપીએમ અને ભાજપની વચ્ચે ખુલ્લીને નિવેદનો શરૂ થઈ ગયાં છે. કેરળ સરકારના મંદિરની આસપાસ ભારે પોલીસ તહેનાત કરી હોવાના વિરોધમાં પાછલા દિવસોમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું.

આ પણ વાંચો- જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, સરકાર બનાવવાની સંભાવના ખતમ

English summary
Sabarimala witnessed lean pilgrim inflow on the fifth day of the annual pilgrim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X