For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિર વિવાદ પર કેરળ ભાજપ અધ્યક્ષનો સનસનીખેજ ઓડિયો આવ્યો સામે

કેરળ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને એ કહેતા સાંભળી શકાય છે કે પ્રદર્શન પાછળ ભાજપનો હાથ હતો.

|
Google Oneindia Gujarati News

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના વિરોધમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી તેના કારણે ત્યાં ઘણી હિંસા થઈ. મોટી સંખ્યામાં લોકો કોર્ટના ચૂકાદાના વિરોધમાં રસ્તા પર ઉતરી ગયા હતા અને મહિલાઓને મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ હવે આ મામલે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કેરળ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને એ કહેતા સાંભળી શકાય છે કે પ્રદર્શન પાછળ ભાજપનો હાથ હતો.

આ પણ વાંચોઃ પત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપઆ પણ વાંચોઃ પત્ની અને મા રાહ જોતા રહ્યા, ગયાથી અચાનક ગાયબ થઈ ગયા તેજ પ્રતાપ

પ્રદર્શન પાછળ ભાજપનો હાથ

પ્રદર્શન પાછળ ભાજપનો હાથ

શ્રીધરન પક્ષની યુવા પાંખના કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે આ પ્રદર્શનોની પાછળ ભાજપ હતુ. એટલુ જ નહિ ઓડિયોમાં તે એ પણ કહે છે કે મંદિરના મુખ્ય પૂજારીને પણ તેમણે સલાહ આપી હતી કે મંદિરના ગર્ભગૃહનો દરવાજો બંધ રાખવો સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના નથી. તમને જણાવી દઈએ કે મંદિરના મુખ્ય પૂજારી કંડારુ રાજીવારુએ ધમકી આપી હતી કે જો 10-50 વર્ષની મહિલાઓને મંદિરમાં ઘૂસવા દીધી તો તે ગેટ બંધ કરાવી દેશે.

ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

શ્રીધરનનો આ વીડિયો સામે આવ્યા બાદ કેરળના મુખ્યમંત્રી અને સીપીએમ નેતા પી વિજયને ભાજપ પર પ્રહાર કર્યો છે. વળી, સીપીએમના રાજ્ય સચિવ કોડિયેલપી બાબાકૃષ્ણને કહ્યુ કે આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે ઓડિયોમાં શ્રીધરન કહે છે કે અમે જે એજન્ડા સામે રાખ્યો તે દરેકે માન્યો, અમારી સામે હાર માન્યા બાદ એક એક કરીને બધા લોકો ત્યાંથી નીકળી ગયા. એટલુ જ નહિ તે કહે છે કે મંદિરના પૂજારીએ ફોન કરીને પૂછ્યુ હતુ કે શું મંદિરના ગર્ભગૃહનો દરવાજો બંધ કરવો સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના છે તો મે તેમને જણાવ્યુ હતુ કે તે કોર્ટની અવગણના નથી.

કંઈ પણ ખોટુ નથી

કંઈ પણ ખોટુ નથી

આ ઓડિયો ટેપ સામે આવ્યા બાદ જ્યારે શ્રીધરને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આમાં કંઈ પણ વિવાદિત નથી. આ સાર્વજનિક રીતે આપવામાં આવેલુ નિવેદન છે. હું વ્યવસાયે એક વકીલ છુ અને મંદિરના પૂજારી સહિત ઘણા લોકો મારી પાસે કાયદાકીય સલાહ માંગે છે કે જે હું તેમને આપુ છુ. માટે કોઈને સૂચન આપવામાં કંઈ ખોટુ નથી. તમને જણાવી દઈએ કે એક વાર ફરીથી મંદિરના દ્વાર દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે. આજે પણ લોકો મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં લોકો ભવ્ય મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને તે બનશેઃ કેશવ પ્રસાદ મૌર્યઆ પણ વાંચોઃ અયોધ્યામાં લોકો ભવ્ય મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને તે બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

English summary
Sabrimala Temple row: Sensational audio tape of BJP Kerala head.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X