For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિર: બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિર પહોંચી, વિવાદ વધ્યો

કેરળના સબરીમાલા મંદિરમાં જ્યારથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સુપ્રીમકોર્ટે હટાવ્યો છે, ત્યારથી મંદિરની અંદર મહિલાઓના પ્રવેશ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

કેરળના સબરીમાલા મંદિરમાં જ્યારથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સુપ્રીમકોર્ટે હટાવ્યો છે, ત્યારથી મંદિરની અંદર મહિલાઓના પ્રવેશ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેને કારણે મહિલાઓને મંદિરમાં પ્રવેશ માટે ખુબ જ મહેનત કરવી પડી રહી છે. હાલમાં જ ખબર આવી છે કે બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિરમાં દાખલ થવાની કોશિશ કરી રહી હતી. ત્યારપછી આ મંદિરમાં હાલમાં માહોલ ખુબ જ તણાવપૂર્ણ થઇ ગયો છે.

આ પણ વાંચો: દલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના

5.5 કિલોમીટર ચઢાણ કર્યું

5.5 કિલોમીટર ચઢાણ કર્યું

આજે મંદિરમાં બે મહિલાઓ જેમની ઉમર લગભગ 30 વર્ષ છે, તેમને મંદિરમાં દાખલ થવાની કોશિશ કરી. રેશ્મા અને સાનિલા નામની બે મહિલાઓ લગભગ 5.5 કિલોમીટર ચઢાઈ કરીને મંદિર પહોંચી હતી. પરંતુ પ્રદર્શનકારીઓ ઘ્વારા તેમને રોકી દેવામાં આવ્યા. મંદિરમાં પ્રવેશ કરવા માટે તેમને સવારે વહેલો સમય પસંદ કર્યો હતો, જેથી તેમને પ્રદર્શનકારીઓનો સામનો કરવો ના પડે. પરંતુ આ બંને મહિલાઓ મંદિરમાં દાખલ થવામાં અસફળ રહ્યા.

મંદિરની અંદર ના પહોંચી શક્યા

મંદિરની અંદર ના પહોંચી શક્યા

બંને મહિલાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે તેમને સુરક્ષાનો વિશ્વાસ આપ્યો હતો, એટલા માટે તેઓ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. પરંતુ જયારે પરિસ્થિતિ બગાડવા લાગી ત્યારે પોલીસે પણ હાથ ઉંચા કરી દીધા. ત્યારપછી મહિલાઓને પાછા બેઝ કેમ્પ પાંબા લઇ જવામાં આવ્યા, ત્યાં તેમને બે કલાક સુધી રોકવામાં આવ્યા. આ મહિલાઓ મંદિરમાં પ્રવેશ નહીં કરી શકી.

સુપ્રીમકોર્ટે પ્રતિબંધ હટાવ્યો

સુપ્રીમકોર્ટે પ્રતિબંધ હટાવ્યો

ધ્યાન આપવા જેવી બાબત છે કે ગયા વર્ષે સુપ્રીમકોર્ટે મંદિરની અંદર દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. મંદિરમાં સદીઓથી એવી પરંપરામ ચાલતી આવે છે કે અહીં 10 વર્ષથી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ આપવામાં નથી આવતો. પરંતુ સુપ્રીમકોર્ટે આ પ્રતિબંધ હટાવી દીધો હતો.

English summary
Sabrimala Temple: Two women tried to enter in the temple dressed as men increases tension.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X