For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિર પર કોર્ટના ફેસલા બાદ મંદિર બોર્ડની હમત્વની બેઠક

સબરીમાલા મંદિર પર કોર્ટના ફેસલા બાદ મંદિર બોર્ડની બેઠક

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કેરળના સબરીમાલા મંદિરમાં જેવી રીતે કોર્ટે મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને હટાવી દીધો છે તે બાદ વિરોધ પક્ષ સતત કોર્ટના ફેસલાનો વિરોધ કરી રહ્યો છે. લોકોના વિરોધની વચ્ચે મંદિર પ્રશાસની દેખરેખ રાખનાર સંસ્થા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે તમામ પક્ષકારોને વાતચીત કરવા માટે આમંત્રિત કર્યા છે. જણાવી દઈએ કે બોર્ડ કેરળમાં ભગવાન અયપ્પન મંદિરની દેખરેખ રાખે છે. અહેવાલો મુજબ બોર્ડે પંડલમ શાહી પરિવાર, સબરીમાલા મંદિરના પુજારીઓ અને તેની સાથે જોડાયેલ સંસ્થાઓ અને હિંદુ સંગઠનને બેઠક માટે બોલાવ્યા છે.

Sabrimala temple

ટીડીબી અધ્યક્ષ એ પદ્મકુમારે જણાવ્યું કે આ બેઠક ત્રિવેન્દ્રમ સ્થિત દેવસ્વોમ બોર્ડના કાર્યાલયમાં હશે. જણાવી દઈએ કે આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે કોર્ટના ફેસલા બાદ તમામ હિંદુ સંગઠન, ભગવાન અય્યપનના ભક્ત મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વિરોધની વચ્ચે બોર્ડે આ બેઠકને એટલા માટે બોલાવી છે જેથી કરીને આ મુદ્દા પર સહમતી સાધી શકાય અને આ વિરોધને ખતમ કરી શકાય.

આ પણ વાંચો- ઘૂસણખોરો સપા, બસપા અને કોંગ્રેસની વોટબેંક છેઃ અમિત શાહ

બોર્ડે સબરીમાલા મંદિર સાથે જોડાયેલ તમામ પક્ષકારો, અયપ્પન સેવા સંગમ, અયપ્પન સેવા સમાગમ, તંત્રી મહામંડલમ, યોગક્ષેમ સભાને પણ વાતચીત માટે આમંત્રિત કર્યા છે. પદલામ શાહી પરિવાર અને તાજમોહનના પુજારીઓ તરફથી પણ હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે ત્રણ મહિના સુધી ચાલનાર મંડલમ મકરવિલક્કૂનો શુભારંભ પણ 17મી નવેમ્બરથી થઈ રહ્યો છે. દરમિયાન કેટલાય સંગઠનો અને મંદિરના ભક્તો કોર્ટના ફેસલાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે.

English summary
After courts verdict on Sabrimala teple Travancore Devaswom Board has invited for meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X