કોંગ્રેસને હવે 'ક્રિકેટના ભગવાન' પાસે આશા!
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. મુંબઇમાં તેંડુલકર પોતાની છેલ્લી ટેસ્ટ મેચ આવતા મહિને રમશે. સચિનના સંન્યાસની જાહેરાતની સાથે જ કોંગ્રેસની આશા હવે ક્રિકેટના ભગવાન સાથે બંધાઇ ગઇ છે. પાર્ટીને આશા છે કે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ સચિનની સક્રિયતા સંસદમાં વધશે અને તેનો લાભ કોંગ્રેસને મળશે.
રાષ્ટ્રપતિએ ગયા વર્ષે જ રેખા અને સચિન સહિત 12 લોકોની રાજ્યસભા માટે વરણી કરી હતી. રાજ્યસભાના નિયમો અનુસાર પસંદગી કરાયાના 6 મહિનાની અંદર સભ્યોએ એ વાતનો ખુલાસો કરવાનો રહે છે કે તેઓ કોઇ પાર્ટી સાથે જોડાવા માગે છે કે નથી.

આવામાં બની શકે છે કે સચિન આવનારા દિવસોમાં રાહુલની સાથે દેખાઇ શકે છે. જો આવું બન્યું તો પાર્ટીને આશા છે કે તેનો ફાયદો કોંગ્રેસને ચોક્કસ થશે. કોંગ્રેસ ઇચ્છે છે કે સચિન પાર્ટીમાં સામેલ થવાને બદલે જો લોકસભા ચૂંટણી દરમિયાન તેમના ચૂંટણી અભિયાનમાં ભાગ લે છે તો તેનો ફાયદો ચોક્કસપણે પાર્ટીને થશે. જોકે સચિન યુવાનો માટે રોલ મોડેલ છે અને લોકોમાં તેમનો ક્રેઝ છે. આવામાં કોંગ્રેસ સચિનની ઇમેજનો ફાયદો ઉઠાવવાની કોશીશ કરી શકે છે.












Click it and Unblock the Notifications
