ડેપ્યુટી સીએમ પદેથી હટાવાયા બાદ સચિન પાયલટને વધુ એક ઝટકો
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ સતત વધતુ દેખાઈ રહ્યુ છે. સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવાયા બાદ કોંગ્રેસ હવે તેમને વિધાનસભાથી અયોગ્ય ઘોષિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના આરોપમાં અયોગ્ય ગણવા માટે નોટિસ મોકલી શુ્ક્રવારે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં આ પગલાં દ્વારા કોંગ્રેસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોવાની સ્થિતિમાં બહુમતના આંકડાને ઘટાડવા ઈચ્છે છે.
સચિન પાયલટ અને અન્ય વિદ્રોહી નેતાઓને મોકલાયેલ નોટિસમાં પૂછવામાં આવ્યુ છે કે તેમણે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવા અને કોંગ્રેસ ધારાસભ્ય દળની બે બેઠકોમાં કારણ જણાવ્યા વિના ગેરહાજર રહેવા માટે અયોગ્ય કેમ ન ગણવા જોઈએ. વળી, સચિન પાયલટ પણ આજે આ આખા પ્રકરણ પર પ્રેસ કૉન્ફરન્સ કરવાના છે. આ પહેલા સચિન પાયલટે મંગળવારે ટ્વિટ કરીને લખ્યુ હતુ, 'સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નહિ.'
તમને જણાવી દઈએ કે મંગળવારે જયપુરના ફેરમોન્ટ હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બીજી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શામેલ થવા માટે કોંગ્રેસે સચિન પાયલટને પણ અપીલ કરી હતી પરંતુ તે શામેલ ન થયા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સચિન પાયલટે પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે કોંગ્રેસને બહાર કરવામાં આવે. ત્યારબાદ કોગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ બહાર આવીને માહિતી આપી કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે.
17 જુલાઈએ UNની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીનુ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન