For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણા શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહ જાયઃ પીએમ મોદી

આપણા શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહ જાયઃ પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ ચીન સાથે થયેલ અથડામણમાં 20 જવાનોની શહાદત પર કહ્યું કે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. તેમણે કહ્યું કે દેશને હું ભરોસો આપવા માંગું છું કે આપણા માટે ભારતની અખંડતા અને સંપ્રભુતા સર્વોચ્ચ છે અને આની રક્ષા કરવાથી આપણને કોઇ રોકી ના શકે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારતને ઉકસાવવા પર હર હાલાતમાં જવાબ આપવામાં સક્ષમ છે. પીએમ મોદીએ કહ્યું કે જાણીને બધાને ગર્વ થશે કે આપણા જવાન મારતાં મારતાં શહીદ થયા છે.

pm modi

પીએમ મોદીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે આપણે હંમેશા જ પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદ ના બને. આપણે ક્યારેય કોઇને ઉકસાવતા નથી. પરંતુ આપણે આપણા દેશની અખંડતા અને સંપ્રભુતા સાથે સમજૂતી પણ નથી કરતા. જ્યારેપણ સમય આવ્યો છે આપણે દેશની અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવામાં આપણી શક્તિનું પ્રદર્શન કર્યું છે.

પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે ભારત શાંતિપૂર્ણ દેશ છે. ઇતિહાસ પણ આ વાતનો સાક્ષી છે કે આપણે વિશ્વમાં શાંતિ ફેલાવી છે. પાડોસીઓની સાથે દોસ્તાના રીતે કામ કર્યું. મતભેદ થયા છતાં પણ વિવાદ ના થાય તેવી કોશિશ કરી. આપણે કોઈને પણ ઉકસાવતા નથી પરંતુ આપણા દેશની અખંડતા સાથે સમજૂતી પણ નથી કરતા.

મોદીની પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આ ઘટનાને લઇ કહ્યું હતું કે ભારતની રક્ષા માટે બોર્ડર પર ઉભેલા સૈનિકો પ્રત્યે આપણને ગર્વ છે. ગલવાનમાં સૈનિકોના જીવ જવા બહુ પરેશાન કરતી અને દર્દનાક ઘટના છે. આપણા સૈનિકોએ અનુકરણીય સાહસ દેખાડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. રક્ષા મંત્રીએ કહ્યું કે પોતાનો જીવ આપનાર સૈનિકોની બહાદુરી અને બલિદાનને દેશ ક્યારેય નહિ ભુલે.

જણાવી દઇએ કે લદ્દાખમાં એલએસી પાસે ચીન અને ભારતની સેનાઓ આમને સામને છે. બંને સેનાઓમાં ચાલી રહેલ તણાવ વચ્ચે સોમવારે રાતે હિંસક અથડામણ થઇ. જેમાં એક કર્નલ સહિત 20 ભારતીય સૈનિકો શહીદ થઇગયા. જ્યારે કેટલાય ઘાયલ પણ થયા છે.

PM મોદીએ 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક, LAC પર થશે ચર્ચાPM મોદીએ 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક, LAC પર થશે ચર્ચા

English summary
sacrifice of our soldiers will not be in vain says pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X