• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન, સેફ્ટી પ્રોટોકોલ સહિત આ વાતનોનું ધ્યાન રાખવું પડશે

|

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થવાની ઘટના બાદ સરકારે લૉકડાઉન હટ્યા બાદ ઔદ્યોગિક એકમોમાં કામ શરૂ કરવાને લઈ ફરીથી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સખ્ત સૂચના આપતા સરકારે કહ્યું કે બધા જ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરાવવું જોઈએ અને ઉદ્યોગોએ હાલ ઉત્પાદનનું ઉંચુ લક્ષ્ય ના રાખવું જોઈએ. સરકારે જોર આપતા કહ્યું કે પહેલા અઠવાડિયાને ટ્રાયલ રૂપે જોવું જોઈએ.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા અને ઓછામાં ઓછા 1000 લોકો પ્રભાવિત થયા હતા. સરકારે આ ઘટનાના ત્રણ દિવસ બાદ જાહેર કરાયેલ દિશાનિર્દેશોમાં તમામ ઉદ્યોગોને કર્મચારીઓની સુરક્ષા માટે સાવધાની વરતવાનો આગ્રહ કર્યો.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તરફથી જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ લૉકડાઉનના કારણે કેટલાય ઔદ્યોગિક એકમો બંધ છે, જેનાથી એ વાતની સંભાવના છે કે કેટલાક પરિચાલકોએ માનક પરિચાલન પ્રક્રિયાનું પાલન ના કર્યું હોય, જેના પરિણામસ્વરૂપ કેટલાક વિનિર્માણ સુવિધાઓ, પાઈપલાઈન, વાલ્વમાં અપશિષ્ટ રાસાયણ હોય શકે છે, જે ખતરો પેદા કરી શકે છે. આ વાત જ એવા ભંડારણ એકમો માટે પણ લાગૂ થાય છે, જેમાં ખતરનાક રસાયણ અને જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ થતો હોય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરતી વખતે પહેલા અઠવાડિયાને ટ્રાયલ કે પરિક્ષણ અવધિના રૂપે માનવામાં આવવું જોઈએ. સાથે જ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ અને વધુ પડતા ઉત્પાદન લક્ષ્ય રાખવાની કોશિશ ના કરાવવી જોઈએ.

દિશાનિર્દેશો મુજબ ફેક્ટરી પરિસરમાં ચોબીસો કલાક સૈનિટાઈઝેશન પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ. આ ઉપરાંત લંચ રૂમ, કોમન ટેબલને દર બેથી ત્રણ કલાક બાદ સેનિટાઈઝ કરવું જોઈએ.

જેમાં કહેવામાં આવ્યું છે કે જોખમ ઘટાડવા માટે આવા કર્મચારીઓએ ખાસ સતર્કતા વરતવાની જરૂરત છે, જે વિશેષ ઉપકરણો પર કામ કરે છે. એવા લોકોએ મશીન અજીબ રીતે અવાજ કરવા, લીક થવા, વાઈબ્રેશન, થવા ધુમાડાનું ધ્યાન રાખશે. જરૂરત પડવા પર તરત તેની મરમ્મત કરાવશે અથવા મશીન બંધ કરી દેશે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. તેને બીજીવાર 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જો કે આ દેરમિયાન સરકારે કોરોના વાયરસ પહોંચ્યો ના હોય તેવા ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

CBSE: 3000 કેન્દ્ર પર 1.5 કરોડ કોપીનુ ચેકિંગ શરૂ થયું, 50 દિવસમાં કામ પૂરું થઈ જશે

English summary
safery protocol should be followed post lockdown in industries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more