For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહારા જૂથે અમદાવાદની સંપત્તિ માત્ર રૂપિયા 464 કરોડમાં વેચી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 જૂન : સુપ્રીમ કોર્ટે સહારા જૂથના માલિક સુબ્રોતો રોયને માટે એક બાબત સ્પષ્ટ કરી દીધી છે કે જ્યાં સુધી જમાનતની રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી જેલમાંથી બહાર નીકળવું શક્ય નથી. સુબ્રોતો રોય પણ આ બાબતને સારી રીતે સમજી અને જાણી ચૂક્યા છે. આ કારણે તેઓ શક્ય તેટલી ઝડપથી નાણા એકઝ કરવાનો જુગાડ કરી રહ્યા છે.

સહારા પ્રમુખ સુબ્રોતો રોય સહારાને જેલમાંથી બહાર નીકાળવા માટે જરૂરી જમાનતની રકમની વ્યવસ્થા કરવા માટે સહારા જુથે પોતાની સંપત્તિઓનું વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે. સહારા જુથે આ પ્રયાસો અંતર્ગત અમદાવાદ સ્થિત પોતાની સહારા સિટી રેસિડેન્શિયલ પ્રોજેક્ટની 4.21 લાખ વર્ગ મીટર જમીન એક સ્થાનિક ડેવલપરને રૂપિયા 464 કરોડમાં વેચી દીધી છે.

subroto-roy-sahara-group

એચ એન સફલના માલિક ધીરેન વોરાએ જણાવ્યું કે તેમણે સહારા સિટી પ્રોજેક્ટને રૂપિયા 464 કરોડમાં ખરીદ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ રકમ સેબી દ્વારા કરવામાં આવેલી સહારા બેંકના એકાઉન્ટમાં જણા કરાવી દેવામાં આવી છે.

સહારા જુથે શેલા ગામમાં કેટલાક વર્ષો પહેલા સહારા સિટી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. જો કે તેના મોટા ભાગના ગ્રાહકોની ફરિયાદ છે કે પૂરેપૂરી ચૂકવણી કરવા છતાં સહારાએ તેમનો વાયદો પૂરો કર્યો નથી અને મકાનનું પઝેશન આપ્યું નથી.

English summary
Sahara Group sells Ahmedabad property Sahara City in just Rs 464 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X