For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Blackbuck Case : સલમાન ખાનને થઇ 5 વર્ષની સજા, વધુ વાંચો

20 વર્ષ જૂના કાળા હરણના શિકાર કેસમાં આજે જોધપુર કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો હતો. સલમાન ખાનને આ કેસમાં દોષી જાહેર કરી 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સલમાન ખાન, સૈફ અલી ખાન તથા એક્ટ્રેસ તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્ર પર 20 વર્ષ જૂના કાળા હરણના શિકાર મામલે આજે કોર્ટ અંતિમ નિર્ણય લીધો છે. આ કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે તેને 5 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ભરવાનું જણાવ્યું છે. 5 વર્ષની સજા જાહેર થતા તેને પોલીસ દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યો છે. હવે તેને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યો છે. સલમાન સિવાયના અન્ય તમામ સ્ટાર્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કોર્ટનો ચુકાદો સાંભળવા માટે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે જેવા બોલીવૂડ સ્ટાર જોધપુર કોર્ટમાં આજે સવારે 11 વાગ્યા જેવા પહોંચી ગયા હતા. વર્ષ 1988માં આ ઘટના ફિલ્મ હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ વખતે બની હતી. અને આ તમામ બોલીવૂડ કલાકરો વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. જોધપુરના ચીફ જ્યુડિશ્યિલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલે 5 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. ત્યારે જાણો આ અંગે વધુ વિગતવાર સમાચાર અહીં.

Newest First Oldest First
3:36 PM, 5 Apr

સલમાન ખાનને આજે જમાનત મળવી છે મુશ્કેલ. આજની રાતનો સલમાન ખાનને જોઘપુર સેન્ટ્રલ જેલમાં જ વીતાવવી પડશે. જો કે સલમાનના વકીલ તેની જામીન અરજી માટે કરી રહ્યા છે પ્રયાસ.
3:35 PM, 5 Apr

જોધપુરની સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો સલમાન ખાન. આશારામ પણ આજ જેલમાં રહે છે. આજની રાત સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં જ વીતાવવી પડશે
3:20 PM, 5 Apr

સલમાન ખાનને 5 વર્ષની સજા મળતા બિશ્નોઇ સમાજ ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી
3:06 PM, 5 Apr

સલમાન ખાનને સજા મળતા બિશ્નોઇ સમાજે વ્યક્ત કરી ખુશી. ઉલ્લેખનીય છે કે આ સમાજ કાળિયાર હરણને ખુબ જ માને છે. અને બે ઓક્ટોબર 1988માં બિશ્નોઇ સમાજ દ્વારા જ આ અંગે પહેલી વાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે અન્ય બોલીવૂડ સ્ટારને નિર્દોષ જાહેર કરતા તેમણે દુખ પણ વ્યક્ત કર્યું હતું.
3:03 PM, 5 Apr

મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થતા સલમાન ખાનને પોલીસ દ્વારા જોધપુરની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો.
3:01 PM, 5 Apr

સલમાન ખાનનો કરવામાં આવ્યો મેડિકલ ચેકઅપ
2:14 PM, 5 Apr

સલમાન ખાનને થઇ 5 વર્ષની જેલ. સેન્ટલ જેલમાં હવે તે વીતાવશે આજની રાત. વધુમાં તેને જામીન મળવા પણ છે મુશ્કેલ. કોર્ટે સાથે જ તેને 10,000 રૂપિયાનો દંડ ભરવાનું પણ કહ્યું.
2:13 PM, 5 Apr

સલમાન ખાનને થઇ 5 વર્ષની સજા, જવું પડશે સેન્ટ્રલ જેલ
12:45 PM, 5 Apr

સલમાન ખાનના વકીલે જણાવ્યું કે સલમાન ખાનને હજી કોર્ટે સજા નથી સંભળાવી
12:29 PM, 5 Apr

સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ સલમાન ખાનને જોધપુર કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે. જો કે તેને 2 વર્ષની સજા મળી હોવાના કારણે તેની જામીન અરજી મંજૂર થઇ શકે તેમ છે. આ દેખતા હાલ સલમાન ખાનને જેલ નહીં જવું પડે.
12:23 PM, 5 Apr

જોધપુર કોર્ટે સલમાન ખાનને સજા સંભળાવી દોષી જાહેર કર્યો છે. તે પછી મુંબઇ ખાતે આવેલા તેમના ઘરની ફરતે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સલમાન ખાનના ફેન્સ પણ અહીં ધીરે ધીરે ઊમટી રહ્યા છે.
12:16 PM, 5 Apr

જો આ કેસમાં સલમાન ખાનને જેલની સજા થઇ તો સલમાન ખાનને જોધપુરમાં તે જેલમાં જઇને રહેવું પડશે જ્યાં હાલ આસારામને રાખવામાં આવ્યા છે.
12:09 PM, 5 Apr

સલમાન ખાનના વકીલ દ્વારા તેને જમાનત મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જો કે કોર્ટ સજા સંભળાવે તેના આધારે જ તેની જામીન અરજી અંગે સ્પષ્ટતા મળશે. વળી બે જમાનતકર્તાને પણ કોર્ટ પહોંચાડવામાં આવ્યા છે.
11:54 AM, 5 Apr

તો બીજી તરફ કોર્ટમાં સલમાન ખાનને કેટલા વર્ષની સજા સંભળાવવી તે અંગે હાલ કોર્ટમાં વકીલો વચ્ચે ચર્ચાઓ થઇ રહી છે.
11:47 AM, 5 Apr

જો કે એક તરફ જ્યાં સલમાન ખાનને આ કેસમાં દોષી જાહેર કર્યો છે. ત્યાં જ સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને આ કેસમાં નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે.
11:40 AM, 5 Apr

જોધપુર કોર્ટે સલમાન ખાનને કાળિયાર હરણ કેસમાં દોષી જાહેર કર્યો
11:39 AM, 5 Apr

વકીલનું માનીએ તો આ કેસમાં 1 વર્ષથી લઇને 6 વર્ષની સજા થઇ શકે છે.
11:39 AM, 5 Apr

જોધપુરની કોર્ટમાં જજ દેવ કુમાર ખત્રી આ કેસમાં ચૂકદો આપ્યો હતો.
11:39 AM, 5 Apr

ઉલ્લેખનીય છે કે આ માટે સલમાન ખાન પહેલાથી જ જોધપુર આવી પહોંચ્યો હતો. જોધપુરમાં તે હોટલ તાજમાં રોકાયો હતો. આ કેસમાં નિર્ણય વખતે સલમાન ખાનની બંન્ને બહેનો અલવિરા અગ્નિહોત્રી અને અર્પિતા ખાન શર્મા તેમની સાથે હતા.
11:38 AM, 5 Apr

સલમાન ખાન સમેત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને તબ્બુ પણ જોધપુર કોર્ટમાં હાજર છે.
11:38 AM, 5 Apr

ઉલ્લેખનીય છે કે 1988માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે આ ઘટના થઇ હતી. જેના આજે ચુકાદો આવ્યો છે.
11:30 AM, 5 Apr

જોધપુર કોર્ટે સલમાન ખાનને કાળિયાર હરણ કેસમાં દોષી જાહેર કર્યો

English summary
Jodhpur : Actor Salman Khan sent to jail for 5 years in Black Buck Poaching Case, a penalty of Rs 10,000 also levied on Read here all the update related to this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X