For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખુર્શીદે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ઊડાવી મજાક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 માર્ચ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ એક વાર ફરી નવા વિવાદમાં ફસતા દેખાઇ રહ્યા છે. આ વખતે તેમની પર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની મજાક ઉડાવવાનો આરોપ છે. ખુર્શીદે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા નિર્દેશો એવા હોય છે કે જેનું પાલન કરે તો પાર્ટીને ચોક્કસ હાર મળે. કારણ કે જીતવાનો તો સવાલ જ પેદા નથી થતો. આ ખબર એક અંગ્રેજી વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે.

સમાચાર અનુસાર લંડનમાં એક કાર્યક્રમમાં બોલતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે માત્ર ત્રણ છે તે (ચૂંટણી પંચ) અને તેઓ એ કરે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કયા શબ્દનો ઉપયોગ કરશો અને કયા શબ્દનો ઉપયોગ નહીં. એવામાં લાગે છે કે માનો તેઓ એવું કહી રહ્યા હોય કે આપ કંઇપણ એવું ના વોલો અથવા કંઇપણ એવું ના કરો જેનાથી ચૂંટણી જીતી શકો. આપના પ્રયત્નો ચૂંટણી હારવાના જ હોવા જોઇએ.

salman khurshid
સલમાન ખુર્શીદે સુપ્રીમ કોર્ટની પણ ટિકા કરી. તેમણે સુપ્રીમ કોર્ટની ટિકા કરતા જણાવ્યું કે સાંસદોને નિર્દેશ આપવાના સ્થાને સુપ્રીમ કોર્ટ પોતાનું કામ યોગ્ય રીતે કરે. તેમણે જણાવ્યું કે ભારતમાં કોર્ટ બધા જ નિર્ણયો કરે છે અને કોર્ટ એ પણ નક્કી કરે છે કે કઇ વ્યક્તિને સંસદમાં હોવું જોઇએ અને કોને નહીં. ખુર્શીદની આ ટિપ્પણીનો જોરદાર વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે, અને તેને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચનું અપમાન તરીકે જોવામાં આવી રહ્યું છે, વિરોધી પક્ષો પણ સલમાન પર પ્રહારો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદે આ પહેલા નરેન્દ્ર મોદી પર જાતિય ટિપ્પણી કરીને વિવાદ જગાવ્યો હતો. ખુર્શીદે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના રમખાણો રોકવામાં અસક્ષમ રહ્યા છે માટે તેમને નપુંસક કહેવા જ યોગ્ય છે. જોકે ખુર્શીદની આ ટિપ્પણી પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

English summary
External Affairs Minister Salman Khurshid has heaped scorn on the Supreme Court and the Election Commission of India ahead of General Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X