• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન ખુર્શીદના પિતા ખુર્શીદ આલમ ખાનનું નિધન

|

નવી દિલ્હી, 20 જુલાઇ : પૂર્વ મંત્રી ખુર્શીદ આલમ ખાનનું નિધન થયું છે. ખાન વર્તમાન વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના પિતા હોવાની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત ઝાકર હુસૈનના જમાઇ પણ હતા.

ખુર્શીદ આલમ ખાનના નિધન અંગે વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશે એક સાચો સપુત અને સેવક ગુમાવ્યો છે.દેશની આધુનિક ઉદાર અને લોકતાંત્રિક નીતિને વ્યાપક બનાવવામાં ખાનનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. રાષ્ટ્ર પ્રત્યે ખાનની પ્રતિબદ્ધતા આપણા બંધારણીય મૂલ્યમાં છે.

તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રી, સાંસદ અને શિક્ષણવિદ તરીકે ખાનનું કાર્ય અમારા માટે વારસા સમાન છે. આગામી પેઢીઓએ તેમના કાર્યમાંથી પ્રેરણા લેવી જોઇએ.ઉલ્લેખનીય છે કે ખાને મંત્રાલયોની જવાબદારી સંભાળવાની સાથે વિદેશ મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. તેઓ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

English summary
Salman Khurshid's father Khurshid Alam Khan died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X