For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીઠું ખરીદવા લાગી લાંબી લાઇનો, 150 રૂ. કિલો વેચાયું મીઠું!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 14 નવેમ્બર: અફવાઓનું બજાર કેવી રીતે અને કેટલી ઝડપથી ફેલાય છે. તેનું તાજુ ઉદાહરણ બિહારમાં મીઠાના વેચાણથી સહજ સમજી શકાય છે. બુધવારે સૌથી પહેલાં દરભંગા તથા મધુબનીમાં મીઠાની અછત અફવાહ ફેલાઇ, પછી તો મીઠું ખરીદવા લોકો દુકાન પર તૂટી પડ્યા. પરિણામે દુકાનદારોએ 70-80 રૂપિયે કિલો સુધી મીઠું વેચીને જોરદાર નફો રળ્યો. ત્યારબાદ આખા રાજ્યમાં આ અફવાહ ફેલાય ગઇ અને ગુરૂવારે 100 થી 150 રૂપિયે કિલો મીઠુ વેચવવા લાગ્યું.

રાજ્યમાં મીઠું ખતમ થઇ ગયું હોવાની અફવા વચ્ચે દુકાનોની બહાર લાંબી લાઇનો લાગી ગઇ અને લોકોમાં 80 રૂપિયાથી રૂપિયામાં 1 કિલો મીઠું ખરીદવા પડાપડી થવા લાગી. કેટલાક સ્થળોએ તો લોકોએ તેના માટે 150 રૂપિયા ચૂકવીને મીઠું ખરીદી લીધું.

મીઠાની કોઇ અછત નથી

મીઠાની કોઇ અછત નથી

રાજ્ય સરકારે તથા જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે મીઠાની કોઇ અછત નથી. સરકારે ચેતાવણી આપી કે તે જમાખોરી કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. દરભંગાથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપ પર અફવા ફેલાવવાનો આરોપ

ભાજપ પર અફવા ફેલાવવાનો આરોપ

બિહારના કેટલાક જિલ્લામાં મીઠાની અછતની ચર્ચાને અફવા ગણાવતાં બિહારના ખાદ્ય, અને ઉપભોક્તા સંરક્ષણ મંત્રી શ્યામ રજકે ભાજપ પર અફવા ફેલાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે ગણેશજીને દૂધ પીવડાવીને દેશમાં લોકો વચ્ચે ભ્રમ પેદા કરનાર આવી પાર્ટીઓ સામાન્ય જનતાના રસોડામાંથી મીઠું ગાયબ કરાવવાની પણ અફવા ફેલાઇ ગયું છે.

ઉંચાભાવે વેચાયું મીઠું

ઉંચાભાવે વેચાયું મીઠું

બિહારના સમસ્તીપુર, સીતામઢી, દરભંગા, મધુબની અને બેગૂસરાય વગેરે જિલ્લાઓમાં મીઠાની સમસ્યાના કારણે તેને ઉંચા ભાવે વેચવાની વાતને અફવા ગણાવતાં રજકે ભાજપ પર અફવા ફેલાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે ગણેશજીને દૂધ પીવડાવીને દેશમાં લોકો વચ્ચે ભ્રમ પેદા કરનાર આવી પાર્ટીઓ સામાન્ય જનતાના રસોડામાંથી મીઠું ગાયબ કરાવવાની પણ અફવા ફેલાઇ ગયું છે.

જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ

જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ

તેમને આરોપ લગાવ્યો હતો કે સાંપ્રદાયિક શક્તિઓ ઝડપથી હાવી થઇને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે એવામાં મીઠું તો શું કોઇપણ વસ્તું ગાયબ કરાવી શકાય છે. રજકએ કહ્યું છે કે પ્રદેશમાં મીઠાની ક્યાંય કમી નથી અને જનતા વચ્ચે ફેલાવવામાં આવેલી આ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવે છે.

English summary
Believe it or not, salt was selling at an exorbitant Rs150 per kg in parts of Bihar amid rumours of an acute shortage of the essential ingredient of food.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X