For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં ગુંડારાજ, ડોક્ટર્સ પર હેવાન બની વરસી પોલીસની લાઠી

|
Google Oneindia Gujarati News

કાનપુર, 3 માર્ચઃ કાનપુરમાં સપા ધારાસભ્ય ઇરફાન સોલંકી અને જૂનિયર ડોક્ટર્સ વચ્ચેના ઝઘડા બાદ હવે આખા પ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાઓ ઠપ થઇ ગઇ છે. વિરોધમાં મેડિકલ કોલેજ અને આખા કાનપુરના ડોક્ટર્સ ધરણા પર બેસી ગયા. શુક્રવારે જ્યારે સપા ધારાસભ્ય ઇરફાન સોલંકી પોતાના સંબંધીને હૈલેટમાં લઇ ગયા ત્યારે અચાનક તેમના સમર્થકો અને જૂનિયર ડોક્ટર્સ વચ્ચે બોલાચાલી થઇ ગઇ. ચર્ચા એટલી વણસી કે તે મારામારી સુધી પહોંચી ગઇ. સપા ધારાસભ્યના સમર્થકો અને ગનરે ડોક્ટર્સની ધોલાઇ કરવાનું શરૂ કરી દીધું. ગુસ્સે ભરાયેલા ડોક્ટર્સે ધારાસભ્યની ગાડીને પલ્ટાવી દીધી અને મારપીટ શરૂ કરી દીધી.

આ મારપીટમાં સપાના ધારાસભ્યનું માથુ ફૂટ્યું, પરંતુ ધારાસભ્યએ પણ પોતાનો પાવર દેખાડ્યો. સપા ધારાસભ્યના કહેવાથી એસએસપીએ મામલાનો હલ કાઢવાના બદલે પોલીસને આદેશ આપ્યો કે મેડિકલ કોલેજ કેમ્પસમાં જે પણ જૂનિયર ડોક્ટર મળે તેની કમર તોડી નાંખો. એસએસપીના આદેશ બાદ પોલીસે મેડિકલ કોલેજ કેમ્પસમાં બધડાટી બોલાવી દીધી. જૂનિયર ડોક્ટર્સને દોડાવી-દોડાવી માર્યા, પ્રોફેસર્સ પર પણ લાઠીઓ વરસાવવામાં આવી અને દરેક રૂમમાં જઇને છૂપાયેલા વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો.

યુપીના ગુંડારાજને રજૂ કરતી તસવીરો તમે જોશો તો જાણવા મળશે કે કેવી રીતે પોલીસ અસામાજિક તત્વોની જેમ કોલેજ કેમ્પસમાં ઉભેલી ડઝનેક ગાડીઓનો તોડી નાંખી અને જૂનિયર ડોક્ટર્સને માર્યા. પોલીસ અને સપાથી નારાજ યુપીના જૂનિયર્સ ડોક્ટર્સે હડતાળની જાહેરાત કરી દેજો. મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન અને આઇએમએએ પણ આ હાડતાળને સમર્થન આપ્યું છે. હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સની અટકાયત કરવામાં આવેલા 24 છાત્રોને છોડવાની તથા એસએસપી યશસ્વી યાદ અને ધારાસભ્ય સોલંકીને નિલંબિત કરી તેમના પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

છાત્રો પર લાઠીઓનો વરસાદ

છાત્રો પર લાઠીઓનો વરસાદ

મેડીકલ કોલેજમાં ઘુસીને પોલીસે જૂનિયર ડોક્ટર્સ પર લાઠીઓનો વરસાદ કર્યો.

આ કેવી સરકાર?

આ કેવી સરકાર?

કોલેજ કેમ્પસમાં ઘુસી યુપી પોલીસે છાત્રોને કોલેજના રૂમોમાંથી ખેંચીને બહાર કાઠ્યા અને તેમની ધોલાઇ કરી.

જનતાની નહીં સપા સરકારની પોલીસ

જનતાની નહીં સપા સરકારની પોલીસ

કાનપુરમાં મેડિકલ કોલેજમાં સપા ધારાસભ્ય અને જૂનિયર ડોક્ટર્સ વચ્ચે થયેલી ઝડપનું નિવારણ કરવાના બદલે પોલીસે તેમાં ઘી રેડવાનું કામ કર્યું.

પોલીસથી ડોક્ટર્સ નારાજ

પોલીસથી ડોક્ટર્સ નારાજ

પોલીસની આ કાર્યવાહીથી નારાજ જૂનિયર ડોક્ટર્સે એનિશ્ચિતકાલિન હડતાળની જાહેરાત કરી દીધી છે. સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણ રીતે બાધિત થઇ ગઇ છે.

યુપી પોલીસને સાચો ચહેરો

યુપી પોલીસને સાચો ચહેરો

મેડિકલ કોલેજમાં કાર્યવાહી માટે આવેલી પોલીસે 24 છાત્રોને અટકાયતમાં લીધા અને તેમના પર સપા ધારાસભ્ય સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો.

પોલીસનું ગુંડારાજ

પોલીસનું ગુંડારાજ

પોલીસે કોલેજમાં ઘુસીને છાત્રોના સામાન ફેંકી દીધા.

આ છે યુપી પોલીસ

આ છે યુપી પોલીસ

અસામાજિક તત્વોની જેમ પોલીસે કોલેજ કેમ્પસમાં રહેલી ડઝનેક ગાડીઓને તોડી નાંખી અને જૂનિયર ડોક્ટર્સને માર્યા.

શોધી-શોધીને પીટતી રહી પોલીસ

શોધી-શોધીને પીટતી રહી પોલીસ

મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન અને આઇએમએએ પણ આ હડતાળને સમર્થન આપ્યું અને 24 છાત્રોને છોડવાની માંગ કરી.

શક્તિ પ્રદર્શનમાં લાગી પોલીસ

શક્તિ પ્રદર્શનમાં લાગી પોલીસ

સપા ધારાસભ્ય સાથે મારપીટ બાદ આ વિવાદ એટલો વધી ગયો કે હવે પ્રદેશમાં ચિકિત્સા વ્યવસ્થા સંપૂર્ણ પણે ઠપ થઇ ગઇ.

English summary
In a shocking incident, Samajwadi Party MLA from Sisamau Irfan Solanki was allegedly assaulted and attacked by junior doctors of the Ganesh Shankar Vidhyarthi Memorial Medical College in Swaroop Nagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X