For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાપ નેતાનું નિવેદન: એક જ ગોત્રમાં લગ્ન કરનારાઓ દ્વારા પેદા થાય છે કિન્નર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હિસાર, 26 ફેબ્રુઆરી: ચાઉમિન ખાવાથી બળાત્કારની ઘટનાઓમાં વધારો થતો હોવાનું નિવેદન આપનાર ખાપ પંચાયતે ફરી એકવાર આશ્વર્યજનક નિવેદન આપ્યું છે. ખાપ પંચાયતના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે જ્યારે એક જ ગોત્રના લોકો પરપસ્પર લગ્ન કરે છે ત્યારે કિન્નર પેદા થાય છે. ખાપ પંચાયતનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે વૈજ્ઞાનિકોએ તેમને એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે ગોત્ર અને લોહીના સંબંધ અલગ-અલગ વસ્તુ છે. ગોત્રના બધા સભ્ય પરસ્પર ભાઇ-બહેન ના હોય શકે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિસારના ચૌધરી ચરણ સિંહ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીમાં એક વર્કશોપ રાખવામાં આવ્યો હતો. તેમાં ખાપલેંડમાં થનાર ઓનર કિલિંગને અટકાવવા માટે ભરવામાં આવનાર પગલાં વિશે ચર્ચા થઇ. યૂનિવર્સિટીમાં સીનિયર પ્લાન્ટ બ્રીડર ડૉ. મહાવીર સિંહ નરવાલે કહ્યું કે ગોત્રના 2 લાખ સભ્ય પરસ્પર ભાઇ-બહેન કેવી રીતે હોઇ શકે? એક જ માતા-પિતા દ્વાર પેદા થઇલા સંતાનને સિબ્લિંગ્સ કહી શકાય. એ જરૂરી નથી કે સમાન ગોત્રમાં થયેલા લગ્નની ખરાબ અસર પડે છે.

same-gotra-marriage-birth-hijra.jpg

આ દરમિયાન એક ખાપ નેતા ઉભા થઇ ગયા અને તેમણે તેનો વિરોધ કર્યો. વરિષ્ઠ નેતા કુલદીપ સિંહ મંચ પર ચઢી ગયા અને કહ્યું કે જો સમાન ગોત્રમાં લગ્નનો કોઇ પ્રભાવ નથી પડતો તો કિન્નર કેમ પેદા થાય છે? આપણને આનુવાંશિક બિમારીઓ કેમ થાય છે? કુલદીપ સિંહે દાવો કર્યો કે 90 ટકા કિન્નર તે સમુદાયો અને ધર્મોમાં પેદા થાય છે જે ગોત્ર સિસ્ટમમાં વિશ્વાસ ધરાવે છે.

કુલદીપ અલ્પસંખ્યક સમુદાયોનું નામ લીધુ અને કહ્યું કે તેમની સંખ્યા એટલા માટે ઓછી થઇ રહી છે કારણ કે લોહીના સંબંધોમાં લગ્ન થાય છે. આપણે અનૌપચારિક સર્વે કરાવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે આ પ્રકારના સમુદાયોમાં સમાન ગોત્રમાં લગ્નની સાઇટ જોવા મળી છે. સૌથી વધુ ખેલાડી તે વિસ્તારમાંથી આવે છે જ્યાં ગોત્ર સિસ્ટમમાં વિશ્વાસ કરવામાં આવે છે.

English summary
Hijras (eunuchs) are born when couples from the same gotra get married. This shocking statement came from some angry khap leaders when a scientist tried to tell them that gotras and blood relation were two different things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X