For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાનિયાના પિતાનો ખુલાસો, વર્ષના આ મહિનામાં થશે બાળકનું આગમન

સાનિયા મિર્ઝાના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ છેવટે આવી જ ગયો. હા, અહીં વાત સાનિયા મિર્ઝાના માતા બનવાની થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

સાનિયા મિર્ઝાના ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ છેવટે આવી જ ગયો. હા, અહીં વાત સાનિયા મિર્ઝાના માતા બનવાની થઈ રહી છે, તો સમાચાર આવી ગયા છે કે દેશની લાડલી દીકરી ટૂંક સમયમાં માતા બનવાની છે. સાનિયાના પિતા અને કોચ ઈમરાન મિર્ઝાએ આ વાતની પુષ્ટિ આપી દીધી છે કે તેમનું પ્રમોશન થવાનું છે અને તેઓ નાના બનવાના છે. જો બધુ બરાબર ચાલ્યુ તો સાનિયા ઓક્ટોબરમાં બાળકને જન્મ આપશે.

સાનિયા અને શોએબ મલિકના આઠ વર્ષ પહેલા લગ્ન

સાનિયા અને શોએબ મલિકના આઠ વર્ષ પહેલા લગ્ન

તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએબે આઠ વર્ષ પહેલા 2010 માં લગ્ન કર્યા હતા. જો કે આ સંબંધ એટલો સરળ નહોતો કારણકે સાનિયા મિર્ઝા ભારતીય છે અને શોએબ મલિક પાકિસ્તાની છે. આ સંબંધને લીધે ઘણા વિવાદો થયા હતા પરંતુ સાનિયા શોએબે દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને લોકોને બતાવી દીધુ કે જ્યાં પ્રેમ અને વિશ્વાસ હયો ત્યાં માત્ર પ્રેમ જ જન્મ લે છે અને સાનિયા અને શોએબના ઘરે આવનાર મહેમાન આ વાતની સાબિતિ છે.

શોએબના પહેલા લગ્ન

શોએબના પહેલા લગ્ન

ઉલ્લેખનીય છે કે સાનિયા-શોએબના લગ્ન પહેલા એક વિવાદ ઉભો થયો હતો. આયશા નામની એક છોકરીએ દાવો કર્યો હતો કે શોએબે તેની સાથે લગ્ન કર્યા છે અને તે સાનિયા માટે તેને છોડી દે છે. આ સમાચાર આવતા જ ભારતમાં ધમાલ મચી ગઈ હતી. આયશાના પરિવારે શોએબ પર કેસ કરી દીધો હતો. પહેલા તો શોએબે આ વાતને નકારી દીધી પરંતુ વાત જ્યારે સાનિયા સાથેના લગ્નની આવી ત્યારે તેણે સ્વીકારી લીધુ કે આયશા સાથે તેણે લગ્ન કર્યા હતા. તલાકના બદલામાં આયશાનો પરિવાર શોએબ સામેનો કેસ પાછો ખેંચવા રાજી થઈ ગયા હતા.

મુસ્લિમ સંગઠને કર્યો હતો વિરોધ

મુસ્લિમ સંગઠને કર્યો હતો વિરોધ

સાનિયા મિર્ઝાના લગ્ન શોએબ મલિક સાથે થાય તેવું કેટલાક મુસ્લિમ સંગઠનો પણ નહોતા ઈચ્છતા. સુન્ની ઉલેમા બોર્ડે તો ફતવો જારી કરીને આ લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ સાનિયાને આ બધી બાબતોથી કોઈ ફરક પડ્યો નહિ અને તેણે વાજતે ગાજતે શોએબ સાથે નિકાહ કર્યા.

બાલ ઠાકરેને પણ હતો વિરોધ

બાલ ઠાકરેને પણ હતો વિરોધ

સાનિયાના લગ્નનો સૌથી વધુ વિરોધ તે સમયે શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેને હતો. ઠાકરેએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે સાનિયાને ભારતમાંથી બહાર કાઢી મૂકવી જોઈએ. જો તે પાકિસ્તાની સાથે લગ્ન કરે તો તેના બધા મેડલ પાછા લઈ લેવા જોઈએ.

લગ્ન બાદ પણ બબાલ

લગ્ન બાદ પણ બબાલ

સાનિયા-શોએબના લગ્ન થયા પરંતુ લગ્ન બાદ પણ વિવાદ પૂરો થવાનું નામ લેતો નહોતો. હવે બધાએ સવાલો ઉઠાવ્યા કે સાનિયા હવે કયા દેશ તરફથી રમશે ભારત કે પાકિસ્તાન. ત્યારે પણ સાનિયાએ લોકોને તગડો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેની ઓળખ ભારતીય ટેનિસ ખેલાડીની છે અને કોઈ પણ તેની આ ઓળખ છીનવી નહિ શકે.

સરનેમને કારણે વિવાદ

સરનેમને કારણે વિવાદ

લગ્ન બાદ જ્યારે સાનિયા મિર્ઝા પાછી આવી અને રમતમાં સક્રિય થઈ ત્યારે તેની સરનેમ માટે પણ વિવાદ થયો હતો પરંતુ સાનિયાએ લગ્ન બાદ પણ પોતાની સરનેમ બદલી નહિ. આજે પણ તે સાનિયા મિર્ઝા જ છે.

આવનાર બાળકની સરનેમ

આવનાર બાળકની સરનેમ

પોતાના આવનાર બાળક માટે સાનિયા મિર્ઝાએ હાલમાં જ કહ્યું હતું કે મે અને શોએબે બંનેએ નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારુ બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા-મલિક રાખીશું. શોએબ પુત્રી ઈચ્છે છે. સાનિયા મિર્ઝાએ આ ગુડ ન્યૂઝ સંબંધિત એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં એક તરફ મલિક મિર્ઝા, બીજી તરફ મલિક અને વચ્ચે મિર્ઝા-મલિક લખેલું છે.

English summary
sania mirza become mother in october says her father imran
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X