શું ફરીથી રાજનીતિમાં આવશે સંજય દત્ત? મહારાષ્ટ્રના આ મંત્રીએ કર્યો દાવો
મુંબઈઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત શું ફરી એકવાર રાજનીતિમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે? હાલમાં જ સામે આવેલ એક નિવેદન બાદ આ વાલ ઉઠ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ એક મંત્રીએ સંજય દત્તને લઈ મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે સંજય દત્ત 25 સપ્ટેમ્બરે તેમની પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) મહાારષ્ટ્રમાં સત્તારુઢ ભાજપની સહયોગી પાર્ટી છે. એટલું જ નહિ, આગામી ચૂંટણીને લઈને પણ ભાજપ પાસેથી સીટની ડિમાન્ડ પણ કરી છે.

મહારાષ્ટ્રના પશુપાલક અને ડેરી વિકાસ મંત્રીએ કર્યો દાવો
મહારાષ્ટ્ર સરકારમાં પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી મહાદેવ જાનકરે પોતાની પાર્ટી આરએસપીના 16મા સ્થાપના દિવસ સમારોહ દરમિયાન આ એલાન કર્યું. જે સમયે તેમનું આ નિવેદન સામે આવ્યું ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મુંડે પણ ત્યાં જ ઉપસ્થિત હતાં. તેમણે કહ્યું કે, 'અમે અમારી પાર્ટીનું વિસ્તરણ કરવા માંગીએ છીએ. આના માટે અમોએ ફિલ્મ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત અભિનેતા સંજય દત્ત પણ 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સમાજ પક્ષમાં સામેલ થઈ રહ્યા છે.'

RSPના સ્થાપના દિવસે એલાન કર્યું
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી મહાદેવ જાનકરે સંજય દત્તની એક વીડિયો ક્લિપ ચલાવી. આ વીડિયોમાં સંજય દત્તે કહ્યું હતું કે, 'મારા મિત્ર અને મારા ભાઈ આરએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહાદેવ જાનકરને શુભેચ્છા પાઠવું છું. જો હું અહીં હોત તો કાર્યક્રમમાં જરૂર આવત.' જાનકરે શિવાજી પાર્કમાં એક રેલીમાં કહ્યું કે, 'હમણા જ તમે બિગ બૉસ... મોટા ભાઈનું નિવેદન સાંભળ્યું.' તેમણે આગળ કહ્યું કે, 'સંજય દત્તે પાર્ટીમાં જોડાવા માટે આગામી 25 સપ્ટેમ્બરનો દિવસ આપ્યો છે. તેઓ હાલ દુબઈમાં છે અને જો મુંબઈમાં હોત તો આપણી સાથે જરૂર જોડાત.'

25 સપ્ટેમ્બરે પાર્ટી જોઈન કરી રહ્યા છે સંજય દત્ત
આગામી વિધાનસભા ચૂંટણીને જોત આરએસપી પ્રમુખે આ વખેત ભાજપ આલાકમાન પાસેથી મોટી ડિમાન્ડ કરી છે. તેમણે કહ્યું કે ભાજપ રાજ્યસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને ઓછમાં ઓછી 14 સીટ આપે. પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્ય પાલન મંત્રીએ આરએસપીની માંગને લઈ ભાજપ પર દબાણ બનાવવા માટે ધનગર સમુદાયની તાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે.
ભ્રષ્ટાચાર પર મોટી કાર્યવાહી, 22 અધિકારીઓને જબરજસ્તી હટાવ્યા

પહેલા પણ રાજનૈતિક ઈનિંગ રમી ચૂક્યા છે સંજય દત્ત
જણાવી દઈએ કે સંજય દત્ત પહેલા પણ રાજનૈતિક ઈનિંગ રમી ચૂક્યા છે. વર્ષ 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તેઓ લખનઉથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા. જો કે અદાલતે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત તેમની સજાને સસ્પેન્ડ કરવાનો ઈનકાર કર્યા બાદ તેઓ ઉમેદવારીથી પાછળ હટી ગયા હતા. બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી બની ગયા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું અને પાર્ટી છોડી દીધી હતી. સંજય દત્તના પિતા સુનીલ દત્તે પાંચ વખત કોંગ્રેસ સાંસદ તરીકે મુંબઈ ઉત્તર-પશ્ચિમ ચૂંટણી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની બહેન પ્રિયા દત્ત લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર-પશ્ચિમ સીટથી કોંગ્રેસનાં ઉમેદવાર હતાં.