For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લાસ્ટ બાદ પણ D કંપની સાથે સંબંધ ધરાવતો હતો સંજય દત્ત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sanjay-dutt-chhota-shakeel
નવી દિલ્હી, 29 માર્ચ: વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ દોષી ગણવામાં આવેલા સંજય દત્ત માટે માફીની ચળવળ ચલાવવામાં આવી રહી છે. આ ચળવણ ચલાવનારાઓમાં પ્રેસ કાઉન્સિલના ચેરમેન માર્કેન્ડેય કાત્જૂથી માંડીને કોંગેસના દિગ્વિજય સિંહનો સમાવેશ થાય છે. આ લોકો તર્ક લડાવે છે કે જ્યારે સંજય દત્તે ડી કંપનીના હથિયાર રાખ્યા હતા ત્યારે તે નાદાન હતો અને તેમને 93 બાદ બીજીવાર કોઇ ભૂલ કરી નથી. આમ તો આ ચર્ચાનો મુદ્દો થઇ શકે છે કે 33-34 વર્ષનો માણસ કેવી રીતે નાદાન અને માસૂમ હોય શકે.

એવા તર્ક પણ રજૂ કરવામાં આવે છે કે તે પ્રોફેશનલ ગુનેગાર નથી, જેથી તેમની સજા માફ કરી દેવામાં આવે. જો કે પ્રમાણ અને તથ્ય સંજય દત્ત નાદાન અને સુધરી ગયો હોવાના દાવા પર સવાલ ઉભા કરે છે. બોમ્બ વિસ્ફોટની ઘટનાના સાત વર્ષ બાદ પણ સંજય દત્ત અંડરવર્લ્ડના સંપર્કમાં હતો આટલું જ નહી ડી કંપની સાથે તેને ઘર જેવા સંબંધો હતા.

14 નવેમ્બર 2000ના રોજ મુંબઇ પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા શકિલ સાથે સંજય દત્ત સહિત ચાર ફિલ્મી કલાકારોની વાતચીત રેકોર્ડ કરી હતી. હરીશ સૌગંધ, મહેશ માંજરેકર અને સંજય ગુપ્તા તે સમયે સંજય દત્તની સાથે શિરડી જઇ રહ્યાં છે. તેમાં સંજય દત્ત દાઉદના સૌથી અંગત માનવામાં આવતાં છોટા શકિલને કહી રહ્યાં હતાં કે તે તેમના માટે દુબઇથી ચિપ મોકલી રહ્યાં છે. આ ઉપરાંત બોલીવુડ એક્ટર છોટા શકિલને એમ પણ કહે છે કે તેમને તેના માટે એક ટી-શર્ટ ખરીદી છે. સંજય દત્ત છોટા શકીલ પાસેથી કોઇ વસ્તુ લઇને દાઉદ ઇબ્રાહીમ સાથે ચર્ચા કરવાની વાત કરતાં હતા. આવું કહેતાં શકિલે સંજય દત્તને આ અંગે ફોન પર વાત કરવાથી બચવાની સલાહ આપી હતી.

સંજય દત્તે વાતચીત દરમિયાન પોતાના સાથી કલાકાર ગોવિંદાની પણ ફરિયાદ કરતાં પણ જોવા મળ્યાં હતા. છોટા શકિલને તે કહે છે કે તે ગોવિંદા સાથે જોડી નંબર-1માં કામ કરી રહ્યાં છે, પરંતુ તે સવારના 9 વાગ્યાના શેડ્યૂલ પર બપોરે 2 વાગે પહોંચે છે. તેના જવાબમાં છોટા શકિલે કહ્યું હતું કે પોતાનીવાળીમાં તે ટાઇમ પર આવશે. કદાચ બંને કોઇ ફિલ્મને લઇને ચર્ચા કરી રહ્યાં હતા.

આ ઉપરાંત સંજય દત્ત કરિશ્મા કપુરને મળી રહેલી ધમકીની ફરિયાદ પણ છોટા શકિલને કરી રહ્યાં હતા. સંજય દત્ત કહે છે કે તે ચિકણો ફોન કરીને કરિશ્માને ધમકાવે છે, તમે કંઇક કરો ને ભાઇ. આ અંગે છોટા શકિલ કહે છે કે આ બધુ વધારે દિવસ ચાલશે નહી, દુવા કરો અમે લોકો લાગેલા છીએ. ત્યારબાદ તે સમયે 'ચોરી-ચોરી ચુપકે-ચુપકે' ફિલ્મમાં કામ કરી રહેલી પ્રિતી ઝિંટાને પૈસાની વસૂલાત માટે મળી રહેલી ધમકીઓ પર બંને વચ્ચે વાતચીત થવા લાગે છે. શકિલ કહે છે કે તે ચુ.... મારા નામથી ફોન પર ધમકીઓ અને હુલ આપી રહ્યો છે.

છોટા શકિલ કહે છે કે 'પ્રિતી મારી ફિલ્મમાં કામ કરી રહી છે, તેના પાસે પૈસા શું કામ માંગીશ. હું સ્ત્રીઓ પાસે પૈસા માંગતો પણ નથી. તેને એ માટે પૈસા નથી આપ્યા કે હું તેની પાસેથી પાછા લઇ લઉ. જવાબમાં સંજય દત્ત કહે છે કે ખુદાની સોગંધ ભાઇ. પ્રિતી મારી પાસે આવી હતી, મેં તેને આ જ કહ્યું હતું કે ભાઇ આવું ના કરી શકે. ત્યારબાદ તે છોટા શકિલને જણાવે છે કે ચોપડા અને ભણસાલીને પણ તેમના નામે ફોન આવ્યો છે, તેના જવાબમાં છોટા શકિલ કહે છે કે કહી દેજે કે મેં ફોન કર્યો નથે, મારા નામથી કોઇ બીજું કરી રહ્યું છે. છોટા શકિલ સંજય દત્તને કહે છે કે મને તે નંબર આપજે જેના પરથી ખંડણી માટે ફોન આવે છે.

English summary
Sanjay Dutt in Conection with D company after Mumbai Blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X