For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય દત્ત આજે પુનર્વિચાર અરજી કરશે દાખલ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 માર્ચ: 1993 મુંબઇ સિરિયલ બ્લાસ્ટ પર કોર્ટના ચુકાદાને લઇને બોલિવુડ અભિનેતા સંજય દત્ત આજે પુનવિચાર યાચિકા દાખલ કરી શકે છે. મળતી માહિતી મુજબ સંજય દત્તે પોતાના વકિલો સાથે ચર્ચા-વિચારણા કરી કોર્ટમાં પુનવિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે સુપ્રિમ કોર્ટે આજે સંજય દત્તને વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટ હુમલામાં હથિયાર રાખવા બદલ ગુનેગાર માન્યો છે અને તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. આ પહેલાં ટાડાની સ્પેશિયલ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને છ વર્ષની સજા સંભળાવી હતી જેને ઘટાડીને પાંચ વર્ષની કરવામાં આવી છે.

સંજય દત્ત આ પહેલાં 18 મહિનાની જેલ ભોગવી ચુક્યો છે અને હવે તેને સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે. જ્યારે અન્ય 10 આરોપીઓને મૃત્યુંદંડને સજાને આજીવન કારાવાસમાં બદલી લીધે છે. કોર્ટે સંજય દત્તને આત્મસમર્પણ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.

English summary
Sanjay Dutt, who was sentenced to five-year rigorous imprisonment by the Supreme Court on Thursday, is to file a review petition on Friday, a report said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X