પીએમને મળવાનો અર્થ ખિચડી પાકવી નથી થતોઃ સંજય રાઉત
મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ વચ્ચે હજુ પણ પેચ ફસાયેલો છે, ભાજપનો સાથ છોડીને સરકાર બનાવવાનુ સપનુ જોઈ રહેલી શિવસેના સતત ભાજપ પર નિશાન સાધી રહી છે કે આ દરમિયાન આજે શરદ પવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, એનસીપી પ્રમુખ શરદ પવારની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા વિશે થશે, પાર્ટીના નેતા નવાબ મલિકે આ અંગેની માહિતી આપી.
|
શિવસેના નેતા સંજય રાઉતે આપ્યુ આ નિવેદન
જ્યારે શિવસેના નેતા સંજય રાઉતે આ વિશે પૂછ્યુ તો તે ભડકીને બોલ્યા કે પ્રધાનમંત્રી સાથે મુલાકાતનો અર્થ હંમેશા કોઈ ખિચડી બની રહી છે એવો થાય છે શું, શરદ પવાર ખેડૂતો માટે લડત લડનારા બહુ મોટા નેતા છે, તેમની પીએમ મોદી સાથે મુલાકાતનો કોઈ બીજો અર્થ ન કાઢવો જોઈએ. અમે જ એમને કહ્યુ હતુ કે ખેડૂતો માટે તે પીએમ મોદીને મળે પરંતુ આ મીટિંગનો બીજો કોઈ એંગલ ન કાઢવો જોઈએ. મને શરદ પવાર પર કોઈ શંકા નથી, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં અમે સરકાર બનાવીશુ.
|
બધી અડચણો ખતમ થઈ ગઈ છેઃ સંજય રાઉત
સંજય રાઉતે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે બધા અડચણો ખતમ થઈ ગઈ છે અને કાલ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ જશે અને અમે આવતા મહિને સરકાર બનાવી લઈશુ. સૂત્રોનુ કહેવુ છે કે બેકડોરથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલુ છે અને હવે આ લગભગ ફાઈનલ થઈ ચૂક્યુ છે. વળી, આજે કોંગ્રેસ અને એનસીપી નેતાઓની મીટિંગ થવાની છે કે જે મંગળવારે ટાળી દેવામાં આવી હતી.

આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે
હાલમાં આજે એનસીપી-કોંગ્રેસના નેતા સાથે બેસશે જેમાં સરકાર કોની અને કેવી રીતે બનશે આના પર ચર્ચા થશે, બેઠકમાં અજીત પવાર, જયંત પાટિલ, પ્રફૂલ્લ પટેલ સહિત એનસીપીના અન્ય નેતા દિલ્લીમાં આજે કોંગ્રેસના અશોક ચવ્વાણ, પૃથ્વીરાજ ચવ્હાણ અને બાલાસાહેબ થોરાટ શામેલ હશે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ 22 નવેમ્બરે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.