For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્નબની ધરપકડ, સંજય રાઉત બોલ્યા - બદલો લેવા માટે નથી થયુ કંઈ

શિવસેના સાંસદ સંજય રાઉતે અર્નબની ધરપકડ વિશે મોટી વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની આજે સવારે મુંબઈ પોલિસે આત્મહત્યાના એક જૂના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારબાદ અર્નબ ગોસ્વામીએ પોલિસ પર મારપીટ અને ગેરવર્તણૂકના પણ આરોપ લગાવ્યા છે. અર્નબ ગોસ્વામી સાથે થયેલી આ ઘટના પર પ્રતિક્રિયાઓનો દોર ચાલુ થઈ ગયો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ સમગ્ર ઘટનાની તુલના ઈમરજન્સી સાથે કરી દીધી. વળી, બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે આ વિશે મોટી વાત કહી છે.

Sanjay Raut

રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રમાં કાયદાનુ પાલન કરવામાં આવે છે. જો કોઈની સામે પુરાવા હોય તો પોલિસ કાર્યવાહી કરી શકે છે. ઠાકરે સરકારની રચના બાદથી બદલો લેવા માટે કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સરકાર બદલાની રાજનીતિ નથી કરતી. ઉલ્લેખનીય છે કે અર્નબ પર મહારાષ્ટ્ર સીઆઈડીએ 2018માં ઈંટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની મા કુમુદ નાઈકની આત્મહત્યાની તપાસ બાબતે એક્શન લેવામાં આવી છે.

વળી, સંજય રાઉતના નિવેદન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કરીને કહ્યુ કે વરિષ્ઠ પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ ગંભીર રીતે નિંદનીય, અયોગ્ય અને ચિંતાજનક છે. અમે 1975ની ઈમરજન્સીનો વિરોધ કરીને પ્રેસની સ્વતંત્રત માટે લડાઈ લડી હતી. કોઈનુ મંતવ્ય અલગ હોઈ શકે છે, કોઈ સાલ પણ પૂછી શકે છે. પોલિસ શક્તિનો દૂરુપયોગ કરીને અર્નબ ગોસ્વામીના કદના એક પત્રકારને એટલા માટે કસ્ટડીમાં લેવામાં આવે છે કારણકે તે સવાલ પૂછી રહ્યો હતો? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સંસ્થાઓ પર હુમલાના પ્રેરિત આરોપોના માધ્યમથી નરેન્દ્ર મોદી સરકાર પર ખુલ્લેઆમ હુમલો કર્યો છે, આ બધુ પાખંડ છે, હું આની નિંદા કરુ છુ.

અર્નબ ગોસ્વામીઃ પોલિસે મને માર્યો, પરિવાર સાથે પણ મારપીટ કરીઅર્નબ ગોસ્વામીઃ પોલિસે મને માર્યો, પરિવાર સાથે પણ મારપીટ કરી

English summary
Sanjay Raut on Arnab Goswami case: No action has been taken against anyone for revenge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X