સંજય રાઉતનો રાજ્યસભામાં કટાક્ષ - શું ભાભીજીના પાપડ ખાઈને આટલા લોકો કોરોનાથી ઠીક થયા?
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જેના કારણે અત્યાર સુધી દેશમાં 51 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ મુદ્દો ગુરુવારે રાજ્યસભામાં પણ ઉઠ્યો. આ દરમિયાન અમુક સાંસદોએ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વિશે શિવસેનાને ઘેરવાની કોશિશ કરી જેના પર શિવસેના સાંસદ સંજય રાઉતે જોરદાર પલટવાર કર્યો.
સંસદની કાર્યવાહી દરમિયાન સંજય રાઉતે કહ્યુ કે મારી મા અને મારા ભાઈ કોવિડ-19થી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં સતત લોકો ઠીક થઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ ધારાવીમાં સ્થિતિ નિયંત્રિત છે જેના કારણે WHOએ BMCના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે હું એ તથ્યોને જણાવવા માંગુ છુ કારણકે અહીં અમુક સભ્ય મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી રહ્યા હતા, હું સભ્યોને પૂછવા માંગુ છુ કે આટલા લોકો કેવી રીતે ઠીક થયા? શું લોકો ભાભીજીના પાપટ ખાઈને ઠીક થઈ ગયા?
સંજય રાઉતના જણાવ્યા મુજબ આ રાજનીતિની લડાઈ નથી પરંતુ લોકોના જીવ બચાવવાની લડાઈ છે. એવામાં મહારાષ્ટ્ર સરકાર દરેક જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યુ કે દેશની આર્થિક સ્થિતિ ઘણી ગંભીર છે, હવે એવી સ્થિતિ છે કે આપણી જીડીપી અને આપણી આરબીઆઈ પણ કંગાળ થઈ ચૂકી છે. એવામાં સરકાર એર ઈન્ડિયા, રેલવે, એલઆઈસી અને ઘણુ બધુ બજારમાં વેચવા માટે લાવી છે, બહુ મોટો સેલ લાગ્યો છે, હવે આ સેલમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટને પણ ઉભુ કરી દેવામાં આવ્યુ છે.
ઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...