For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની જાદૂની ઝપ્પી પીએમ મોદી માટે ઝટકો હતીઃ શિવસેના

શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે, ‘જે રીતે આજે મોદીજીને જાદૂની ઝપ્પી લગાવી, એ ઝપ્પી નહોતી, ઝટકો હતો.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને અચાનક ગળે લગાવીને જાદૂની ઝપ્પી આપવી ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે, 'જે રીતે આજે મોદીજીને જાદૂની ઝપ્પી લગાવી, એ ઝપ્પી નહોતી, ઝટકો હતો.' જો કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આને અયોગ્ય ગણાવ્યુ છે.

sanjay raut

મીડિયા સાથે વાત કરતા સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, 'મને લાગે છે કે પોલિટિક્સની અસલી પાઠશાળામાં જઈ ચૂક્યા છે. જે રીતે આજે મોદીજીને જાદૂની ઝપ્પી લગાવી, તે ઝપ્પી નહિ ઝટકો હતો.' તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને ભાજપ પર હુમલો કરતા કરતા રાહુલ ગાંધી જઈને મોદીજીને ગળે મળી આવ્યા.

અચાનકથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જેસ્ચરથી એક પળ માટે પીએમ મોદી પણ ચક્તિ થઈ ગયા. ત્યારબાદ તરત જ પીએમ મોદી પણ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવીને તેમને શુભકામના આપતા જોવા મળ્યા. મોદી સાથે ગળે મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે હિંદુ હોવાનો અર્થ આ જ હોય છે.

સંસદની કાર્યવાહીમાં અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પશ્ચિમ બંગાળના બેરેકપુરથી એઆઈટીસી સાંસદ દિનેશ ત્રિવેદીએ પીએમ પર નિશાન સાધ્યુ, બોલ્યા, 'તમારી છાતી મોટી હશે, દિલ પણ મોટુ હોવુ જોઈએ. ગાંધીજીની છાતી મોટી નહોતી તેમનું દિલ મોટુ હતુ.'

દિનેશ ત્રિવેદીએ અવિશ્વાસ પ્રસ્તાવની તુલના મહાભારતથી કરતા કહ્યુ, 'એ આપણો ધર્મ છે કે લોકતંત્રને બચાવવા માટે આપણે લડાઈ લડીએ. તમે રામના નામથી રાજ્ય કરવા ઈચ્છતા હતા પરંતુ રામ પોતે રાજ્ય છોડીને જતા રહ્યા હતા. અકાલી દળની સાંસદ હરસિમરત કૌરે આના પર કટાક્ષ કરતા કહ્યુ કે આ સંસદ છે, મુન્નાભાઈની પપ્પી-ઝપ્પી નહી ચાલે.'

English summary
Sanjay Raut, Shiv Sena No Confidence Motion congress rahul gandhi narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X