For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરાચાર્યની મોદીને સલાહ, 'દેશના વિકાસ માટે કામ કરે'

|
Google Oneindia Gujarati News

પુરી, 17 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ઓડિશાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઓડિશાની પવિત્ર ધરતી પર આવીને તેઓ પોતાને ભાગ્યશાળી માને છે.

ખાટી ઉડિયામાં બોલતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમના ગુજરાતમાં એક પણ જિલ્લો કે તાલુકો નહીં હોય જ્યાં ઉડિયા લોકો ના હોય. ગુજરાતના વિકાસમાં ઓડિશાના લોકોનો પણ પરસેવો છે. તેમણે જણાવ્યું કે ઓડિશામાં અન ગુજરાતમાં સામ્યતા છે બંને સમુદ્રતટ પર છે. મોદીએ જણાવ્યું કે હું ભગવાન જગન્નાથને નમન કરું છું અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનન્દ સરસ્વતી સાથે મુલાકાત કરી મોદીએ જણાવ્યું કે તેઓ માનવ છે. માનવીથી ભૂલ થવી સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથ અને સાધુ-સંતોની કૃપાથી જો તેઓ ભૂલથી મુક્ત થઇ શકે તો તેઓ પોતાને કૃતાર્થ અનુભવશે.

મોદીએ જણાવ્યું કે ગોવર્ધનપીઠ પુરી અને તેમના પ્રમુખ સ્વામી નિશ્ચલાનન્દ અમારી આસ્થાના પ્રતીક છે. તેમણે જણાવ્યું કે દેશ હિતમાં સારામાં સારું કામ કરવા માટે શંકરાચાર્યનો આશીર્વાદ ઇચ્છે છે. શંકરાચાર્યએ પોતાના આશિર્વચનમાં મોદીને સલાહ આપી કે તેઓ અન્ય લોકોના હિતો પર ધ્યાન આપી હિન્દુઓના અસ્તિત્વ અને આદર્શોની સુરક્ષા માટે કામ કરે.

મોદીએ ગોવર્ધનપીઠમાં રાખવામાં આવેલી શંકરાચાર્યની પાદુકાનું પૂજન પણ કર્યું. મોદીએ શંકરાચાર્યને અંગવસ્ત્રો ભેટમાં આપ્યા તથા પ્રસાદ પણ મેળવ્યો. શંકરાચાર્યએ મોદીને દેશની સુરક્ષા અને અખંડતા જાળવી રાખવા માટેના દરેક સંભવ પ્રયાસ કરવા જણાવ્યું.

નરેન્દ્ર મોદીની ઓડિશાયાત્રા જુઓ તસવીરોમાં...

modi

1

1

એરપોર્ટ પર મોદીનું સ્વાગત

2

2

મોદીએ શંકરાચાર્યની લીધી મુલાકાત

3

3

ઓડિશાના રાજવી સાથે મોદીની મુલાકાત

4

4

એરપોર્ટ પર મોદીનું ચાહકો દ્વારા સ્વાગત

5

5

મોદીના ચાહકો મોદીને ઘેરીવળ્યા

6

6

ભાજપી કાર્યકરો મોદી બનીને માર્ગો પર ઉતરી આવ્યા

7

7

મોદીને શંકરાચાર્ય તરફથી ભેંટ

8

8

મોદીને જોઇ પબ્લીક બની મોદીમય

9

9

પબ્લીકે લગાવ્યા મોદી માટે PMના નારા

10

10

બીજેપી કાર્યકરો વચ્ચે મોદી

English summary
Sankaracharya gave bless to Narendra Modi in puri yesterday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X