For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં પ્રાચીન મંદિરો તોડવા પર સંત સમાજ પરેશાન

અયોધ્યામાં જુના અને જર્જર થઇ ગયેલા મંદિરો તોડવાના આદેશ પર સંત સમાજ પરેશાન થઇ ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં જુના અને જર્જર થઇ ગયેલા મંદિરો તોડવાના આદેશ પર સંત સમાજ પરેશાન થઇ ગયો છે. આ ક્રમમાં યુપી સરકાર તરફથી અયોધ્યાના મહાવિરીયા મંદિરને જમીનદોસ્ત કરવાની કામગીરી શરુ થઇ ગયી છે. આ મંદિર 500 વર્ષ જૂનું છે અને તેની હાલત ખુબ જ કથળી ગયી છે. ખુબ જ જર્જર થઇ ચૂકેલા આ મંદિરને જમીનદોસ્ત કરવાનું કામ ચાલુ થઇ ગયું છે, જેને કારણે સંત સમાજ નારાજ છે. સંત સમાજ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મંદિરને જમીનદોસ્ત કરવાને બદલે તેનો જીણોદ્ધાર કરવામાં આવે. પરંતુ આ મંદિરનો મોટા ભાગનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે.

ancient temples of Ayodhya

ધાર્મિક નગરીમાં 500 વર્ષ જુના મંદિરને તોડવાના વિરોધમાં સંત સમાજે પ્રદેશ સરકારને માંગ કરી છે કે પ્રાચીન મંદિરોને તોડવાને બદલે તેને સંરક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે. રામ જન્મભૂમિના મુખ્ય પ્રણેતા આચાર્ય સત્યેન્દ્ર દાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રદેશમાં યોગી સરકાર આવ્યા પછી વિકાસ માટે સેંકડો કરોડો રૂપિયાની યોજનાઓ પાસ થયી છે. પરંતુ અયોધ્યાના જુના મંદિરો તોડીને નવું અયોધ્યા વસાવવાની યોજનાને સાચી ના ગણાવી શકાય.

સંતોનું કહેવું છે કે પ્રદેશ સરકારે જુના મંદિરો તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. એટલું જ નહીં પરંતુ તેને સંરક્ષિત કરીને તેનો જીણોદ્ધાર કરવો જોઈએ. જો અયોધ્યાના પ્રાચીન મંદિરોને તોડી નાખવામાં આવ્યા તો અયોધ્યા પ્રાચીન મંદિરોના નામની પોતાની ઓળખ ગુમાવી દેશે. એટલા માટે નવું અયોધ્યા વસાવવાની સાથે સાથે તેના પ્રાચીન મંદિરોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

English summary
Sant Samaj disturbs due to demolition of ancient temples of Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X