For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાંસદે કહ્યુ ‘ઠુમકેવાલી', તો સપનાએ આપ્યો આ જવાબ

કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરવાની અટકળો અંગે ભાજપના એક સાંસદનું વિવાદિત નિવેદન પણ આવ્યુ હતુ. આ નિવેદન પર હવે સપના ચૌધરીએ ભાજપ સાંસદને જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણાની જાણીતી ગાયક અને ડાંસર સપના ચૌધરીએ હાલમાં જ યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પક્ષમાં પ્રચાર કરવાની અટકળો અંગે ભાજપના એક સાંસદનું વિવાદિત નિવેદન પણ આવ્યુ હતુ. ભાજપ સાંસદ અશ્વિની કુમાર ચોપડાએ કહ્યુ હતુ કે કોંગ્રેસમાં જે ઠુમકા લગાવવાળા છે તે ઠુમકા જ લગાવશે, એ હવે તેમને જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે ચૂંટણી જીતવી છે. આ નિવેદન પર હવે સપના ચૌધરીએ ભાજપ સાંસદને જવાબ આપ્યો છે.

સપના ચૌધરીએ આપ્યો ભાજપ સાંસદને જવાબ

સપના ચૌધરીએ આપ્યો ભાજપ સાંસદને જવાબ

સપના ચૌધરીએ અશ્વિનીકુમાર ચોપડાના નિવેદન પર કહ્યુ કે તે તેમની માનસિકતા દર્શાવે છે. સપનાએ કહ્યુ કે તે એક કલાકાર છે અને તેમનું કામ મનોરંજન કરવાનું છે. જ્યારે ભાજપ સાંસદના નિવેદન પર જવાબ આપતા સપનાએ કહ્યુ કે તે સીનિયર છે અને માફી માંગવાની માંગ કરવા જેવી કોઈ વાત જ નથી.

સપના ચૌધરીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

સપના ચૌધરીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

હાલમાં જ સપના ચૌધરીએ યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત અંગે સવાલો ઉઠતા સપનાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તે કોંગ્રેસમાં શામેલ નથી થઈ રહી. તેણે કહ્યુ કે સોનિયા ગાંધી સાથે મુલાકાતનો કોંગ્રેસમાં શામેલ થવા જેવો રાજકીય અર્થ ન કાઢવો જોઈએ. સપનાએ કહ્યુ કે સોનિયા ગાંધી સાથે તેમની માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી. જો કે આ પહેલી વાર નથી જ્યારે સપના ચૌધરીના રાજકારણમાં આવવાના કયાસ લગાવવામાં આવી રહ્યા હોય.

અશ્વિનીકુમાર ચોપડાએ આપ્યુ હતુ વિવાદિત નિવેદન

અશ્વિનીકુમાર ચોપડાએ આપ્યુ હતુ વિવાદિત નિવેદન

કરનાલના ભારતીય જનતા પક્ષના સાંસદ અશ્વિની કુમાર ચોપડાને જ્યારે સપના ચૌધરી અંગે સવાલ પૂછ્યા તો તેમણે કહ્યુ, "કોંગ્રેસમાં જે ઠુમકા લગાવવાવાળા છે તે જ ઠુમકા લગાવશે, એ હવે તેમને જોવાનું છે કે ઠુમકા લગાવવા છે કે ચૂંટણી જીતવી છે." ભાજપ સાંસદના આ નિવેદનને લઈને વિવાદ ઉભો થયો છે.

English summary
Sapna Chaudhary reacts over BJP MP Ashwini Chopra What you say shows your mindset
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X