આખ્યા કા વો કાજલ સોંગ પછી ફેમસ થયેલી હરયાણવી ડાંસર સપના ચૌધરીનો થયો ભયાનક એક્સિંડંટ
બિગ બોસ 11 ની ફેમ સપના ચૌધરીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સપના ચૌધરી એક ભયંકર માર્ગ અકસ્માતથી સહેલાઇથી બચી ગઈ. તે ગુરુવારે મોડી રાત્રે હરિયાણાના ગુરુગ્રામમાં માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. ગુરુગ્રામના હીરો હોન્ડા ચોકમાં સપનાની કારનો અકસ્માત થયો છે. જો કે, તેને સામાન્ય ઇજા થઇ છે.
પરંતુ તેની કાર જોઇને ખબર પડે છેકે આ અકસ્માત તેના માટે કેટલો ભયંકર હોઈ શકે છે. કારની આગળ અને પાછળની બાજુની હેડલાઇટને વ્યાપક નુકસાન થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપના તેના ડ્રાઇવર સાથે શોપિંગ કરીને સોહના રોડ પરથી પરત ફરી રહી હતી. ત્યારે એક હાઇ સ્પીડ કારે તેની કારને ટક્કર મારી હતી.
તેની કાર ખરાબ રીતે ભાંગી ગઇ હતી. અકસ્માત દરમિયાન બીજી કારનો ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. હજી સુધી કારનો નંબર અને ડ્રાઈવરની ઓળખ મળી નથી. અત્યાર સુધી સપનાએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
ગુરુગામના બાદશાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર મુકેશે જણાવ્યું છે કે આને લગતી કોઈ માહિતી અમારી પાસે આવી નથી. ઉલ્લેખનિય છેકે સપના લાઇવ શો માટે જુદા જુદા શહેરોમાં જાય છે. બિગ બોસ 11 પછી સપના ચૌધરીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. એવું કહેવામાં આવે છે કે તેણે લાઇવ શો માટેની ફી વધારી દીધી છે.
VIDEO વાયરલ થતાં મેરઠ એસપીએ આપી સફાઇ, કહ્યું હતું પાકિસ્તાન જતા રહો