• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સરબજીત સિંહના અસ્થિઓ બિયાસ નદીમાં વિસર્જીત કરાયા

|
Google Oneindia Gujarati News
અમૃતસર, 6 મે : પાકિસ્તાનની જેલમાં 24 એપ્રિલના રોજ બે ફાંસીના કેદીઓ દ્વારા જીવલેણ હુમલો કરાયા બાદ મૃત્યુ પામેલા ભારતીય કેદી સરબજીત સિંહના અસ્થિનું વિસર્જન તરનતારન જિલ્લામાંથી વહેતી બિયાસ નદીમાં કરવામાં આવ્યું છે. વિસર્જનની વિધિ સમયે સરબજીત સિંહના બહેન દલબીર કૌર સહિત સેંકડો લોકો હાજર હતા.

દલબીર કૌરે કહ્યું કે, શીખ પંથના રીવાજો મુજબ સરબજીતના અસ્થિનું તેની પત્ની સુખપ્રીત કૌર અને બે પુત્રી - સ્વપનદીપ કૌર અને પૂનમ તથા જમાઈ સંજયની હાજરીમાં બિયાસ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

સરબજીતના મૃતદેહને લાહોરની હોસ્પિટલમાંથી અમૃતસર અને ત્યાંથી એના વતન ગામ ભીખીવિન્ડ લાવવામાં આવ્યા બાદ ત્રીજી મેએ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

English summary
Sarabjit Singh bones was dissolved in Beas River
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X