For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જાસૂસને આટલું રાજકીય સમ્માન શા માટે?

|
Google Oneindia Gujarati News

sarabjit singh
નવી દિલ્હી, 2 મે: પાકિસ્તાન સેનાના નિવૃત્ત મેજર જનરલ જાવેદ ઇકબાલે આજે જણાવ્યું કે 'સરબજીત કોઇ શહીદ નહીં પરંતુ તે એક જાસૂસ હતો જેણે લાહોર બ્લાસ્ટનું કાવતરું ગઢ્યું હતું. જેના પગલે તે પાકિસ્તાનની જેલમાં બંધ હતો. તેને આટલું રાજકિય સમ્માન ના આપવું જોઇએ. અને તેને શહીદનું બિરુદ પણ ના આપવું જોઇએ કારણ કે તે એક જાસૂસ હતો, નહીં કે કોઇ સૈનિક.'

એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ઇકબાલે જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર રો અને આઇબીના એજેન્ટોની સાથે એવી જ બર્બર્તા કરે છે જેવી જાસૂસો સાથે થવી જોઇએ. આ ચર્ચાની પેનલમાં સામેલ એક ભારતીય પૂર્વ ભારતીય જાસૂસ મહેબૂબ ઇલાહીએ પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદીયોની સાથે થનાર બર્બરતાની બધી વાત કરી.

આ દરમિયાન મહેબૂબે જણાવ્યું કે તેમણે પાકિસ્તાનની જેલોમાં વીસ વર્ષથી વધારે સમય કાઢ્યો છે. આ દરમિયાન તેમને ખૂબ જ યાતનાઓ ભોગવવી પડી હતી. મહેબૂબે પોતાના ઝખ્મોને પણ મીડિયાની સામે મૂક્યું. મહેબૂબે દાવા પર જાવેદ ઇકબાલે જણાવ્યું કે જો ભારતીય કેદીયોની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તો આપ કેવી રીતે બચીને આવતા રહ્યા? ત્યારે મહેબૂબે જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારતીય કેદીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે.

સરબજીતની મૂક્તિ માટેની માંગ કરનાર પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ જણાવ્યું કે તેમની પર દલબીર કૌરે પર આરોપ લગાવ્યા છે તે બધા ખોટા છે.

ઉલ્લેખનીય છે કે સરબજીતની બહેને બર્ની પર આરોપ લગાવ્યો છે કે તેમની પાસે પોતાના ભાઇને મૂક્ત કરાવવા માટે 25 કરોડની માંગ કરી હતી. જેના પર દલબીરે જણાવ્યું હતું કે તેમની પાસે 25 કરોડ નથી, તો બર્નીએ જણાવ્યું કે બે કરોડ આપી દો. સવારે રૂપિયા આપો અને સાંજે સરબજીતને લઇ જાવ. બર્નીએ એવું પણ કહ્યું કે દલબીર પોતાના ભાઇ પર રાજકારણ કરી રહી છે.

English summary
Sarabjit was spy, and why a spy geting political honor? said retired Pakistani major general javed iqbal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X