For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Run For Unity માં મોદીએ કહ્યું સરદારનું નામ ભૂંસવાનો પ્રયાસ થયો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે આજે રન ફોર યુનિટી કાર્યક્રમની લીલી ઝંડી આપી શરૂઆત કરાવી. આ પ્રસંગે તેમણે સરદાર પટેલ અંગે શું કહ્યું જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

આજે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઇ પટેલની 142મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. આજ કારણે સમગ્ર દેશમાં રન ફોર યુનિટી નામે કાર્યક્રમો થઇ રહ્યો છે. દિલ્હીમાં પણ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રન ફોર યુનિટીના કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે દીપા કરમાકર, સુરેશ રૈના, સરદાર સિંહ પણ હાજર રહ્યા હતા. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન સમેત રાજનાથ સિંહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી. આ પ્રસંગે જનસંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે સરદાર પટેલની જન્મતિથિ અને પૂર્વ પીએમ ઇંદિરા ગાંધીની પુણ્યતિથિ છે.

Narendra Mod

વધુમાં તેમણે કહ્યું કે સરદાર પટેલે તેમનું સમગ્ર જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. આઝાદી પછી તેમના કૌશલ્યોએ દેશની સંકટોથી બચાવ્યું અને તેમણે દેશને એક સુત્રમાં બાંધ્યું. પણ ઇતિહાસમાં આ મહાપુરુષના નામને ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે આપણે રન ફોર યુનિટી દ્વારા ફરી એક સરદાર પટેલને યાદ કરી રહ્યા છીએ. અને આ વાત આપણા તમામ લોકો માટે હર્ષ અને ગૌરવની વાત છે. પીએમ વધુમાં કહ્યું કે સરદાર પટેલના યોગદાનને કદી ભૂલી ના શકાય. ભલે પહેલા તેમના યોગદાનને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય પણ અમે તેવું નહીં થવા દઇએ. સરદાર સાહેબની 150 જયંતી પર આપણે ફરી દેશની એક સાથે જોડીને આગળ વધીશું.

English summary
Prime Minister Narendra Modi today flagged off the Run for Unity on Rashtriya Ekta Diwas, which is the birth anniversary of Sardar Vallabhbhai Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X