For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''સરદાર પટેલ વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર પાકિસ્તાનમાં હોત''

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 4 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલને ભારતને એક કરનારા નેતાના રૂપમાં રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં એકવાર ફરીથી લાવવાની કોશીશ કરી છે. પરંતુ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરની આત્મકથા પર નજર નાખીએ તો તે સરદાર પટેલ અંગે કંઇક જુદો જ અને ચોંકાવનારો ખુલાસો કરે છે. કુલદીપ નાયરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને સોંપવાના પક્ષમાં હતા.

કુલદીપ નાયર(89)એ મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરૂ, ઝિણ્ણાના જીવનને નજીકથી જોયું છે. તેમણે લખ્યું છે કે માઉંટબેટન સાથેની મુલાકાત દરમિયાન તેમણે તેમને જણાવ્યું હતું કે સરદાર પટેલ કાશ્મીરને પાકિસ્તાનને સોંપી દેવાના પક્ષમાં હતા. માઉંટબેટન કહે છે કે પાકિસ્તાને કાશ્મીરમાં સતત સેના મોકલીને સ્થિતિને બગાડી હતી. તેમણે જણાવ્યું કે નેહરૂનો કાશ્મીર સાથે જૂનો સંબંધ હતો જેના પગલે તેઓ કાશ્મીરને પાકિસ્તાનને સોંપવાના પક્ષમાં ન્હોતા.

sardar
માઉંટબેટનનું કહેવું હતું કે જો પાકિસ્તાને ધીરજ રાખી હોત તો કાશ્મીર તેમને કોઇ અડચણ વગર આપમેળે મળી ગયું હોત. પરંતુ પાકિસ્તાને જે રીતે વારંવાર કાશ્મીરમાં સેનાને મોકલવાની શરૂઆત કરી તેનાથી મજબૂર થઇને રાજા હરિ સિંહે ભારતની શરણમાં આવવું પડ્યું. નાયર લખે છે કે જ્યારે તેમણે શેખ અબ્દુલ્લાહનો 1971માં ઇન્ટરવ્યૂ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સરદાર પટેલે તેમને જણાવ્યું કે કાશ્મીર મુસ્લીમ બાહુલ્ય ક્ષેત્ર હોવાના કારણે પાકિસ્તાન સાથે જવું જોઇએ.

જ્યારે કાશ્મીરના રાજા હરિસિંહે ભારતને મદદ માટે સંપર્ક કર્યો તો પણ પટેલે જણાવ્યું હતું કે અમે કાશ્મીરની સાથે મેલજોલ નહીં વધારીએ. પરંતુ નેહરૂ પાકિસ્તાનને મોતોડ જવાબ આપવાના પક્ષમાં હતા. પરંતુ માઉંટબેટના કહેવા પર તેમણે કાશ્મીરના ભારતમાં વિલય થવા સુધી રાહ જોવા જણાવ્યું હતું.

English summary
Ace journalists Kuldeep Nayar wrote in his autobiography that Sardar Patel was in favor of giving Kashmir to Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X