For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતલોક આશ્રમ મામલે સંત રામપાલ સામે આજે ચુકાદો, સઘન સુરક્ષા વ્યવસ્થા

સતલોક આશ્રમમાં હત્યાના આરોપમાં જેલમાં બંધ સંત રામપાલ સામે આજે કોર્ટ પોતાનો મહત્વનો ચુકાદો આપશે.

|
Google Oneindia Gujarati News

સતલોક આશ્રમમાં હત્યાના આરોપમાં જેલમાં બંધ સંત રામપાલ સામે આજે કોર્ટ પોતાનો મહત્વનો ચુકાદો આપશે. આ મામલે આજે આવનારા ચુકાદા હેઠળ દેશભરના ઘણા ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. હરિયાણાના હિસાર સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં ટ્રેનોના સંચાલનને પણ અટકાવી દેવામાં આવ્યુ છે અને ભારે સુરક્ષા બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે જેનાથી સંત રામપાલના સમર્થક કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ફેલાવી શકે નહિ. કોર્ટના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. બહારની કોઈ પણ વ્યક્તિને અહીં આવવાની અનુમતિ નથી.

sant rampal

ચુકાદા પહેલા જે રીતે હજારોની સંખ્યામાં રામપાલના સમર્થકો પહોંચી રહ્યા છે તેને જોતા હરિયાણાના હિસારમાં પ્રશાસને ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે. હિસ્સારમાં 1300 પોલિસ જવાન તૈનાત છે જેમાં 700 જવાન બીજા રાજ્યોમાંથી બોલાવવામાં આવ્યા છે તેમને અહીં તૈનાત કરવામાં આવ્યા છે. પેરા મિલિટરી ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યુ છે. જેનાથી કોઈ પણ પ્રકારની ઈમરજન્સીથી સ્થિતિને પહોંચી શકાય.

આ પણ વાંચોઃ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરોઆ પણ વાંચોઃ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો

તમને જણાવી દઈએ કે 17 નવેમ્બરમાં રામપાલ અને સતલોક સ્થિત તેમના આશ્રમ અને તેમના સમર્થકો સામે કેસ દાખલ કરવામા આવ્યો હતો. આ કેસ સરકારી કામમાં વિઘ્ન બદલ, જાણી જોઈને સરકારી અધિકારીઓને કામ નહિ કરવા દેવા અને તેમની સામે હિંસા કરવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રામપાલ અને તેમની સામે સમર્થકોએ 2014 માં પોલિસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો અમદાવાદમાં શું છે કિંમતઆ પણ વાંચોઃ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો અમદાવાદમાં શું છે કિંમત

English summary
Satlok Ashram sant Rampal case verdict today security tightened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X