For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી

સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કથિત રીતે પોતાના દાદા વિરુદ્ધ ખોટું નિવેદન આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે.

|
Google Oneindia Gujarati News

સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કથિત રીતે પોતાના દાદા વિરુદ્ધ ખોટું નિવેદન આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે. મુંબઈમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રણજિત સાવરકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં દાવો કર્યો હતો કે વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજો પાસે માંફી માંગી અને જેલથી આઝાદ થયા પછી તેમને બ્રિટિશ સરકારને પત્ર પણ લખ્યો હતો.

rahul gandhi

સાવરકરને ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ સ્થાન છે અને પાર્ટી તેમને એક મહાન દેશભક્ત તરીકે જુએ છે. રાહુલ ગાંધીએ 20 ઓક્ટોબરે હૈદરાબાદમાં રાજીવ ગાંધી સદભાવના યાત્રા દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં વીર સાવરકરનો ફોટો રાખ્યો છે, જયારે અંગ્રેજોએ આ દેશ પર શાશન કર્યું ત્યારે બધા જ કોંગ્રેસ નેતા જેલમાં હતા ત્યારે વીર સાવરકરે અંગ્રેજોને એક પત્ર લખ્યો હતો, તેઓ વીર ના હતા.'

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો નવો અવતાર ભાજપ માટે મુસીબત બન્યો

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે સાવરકરે કહ્યું હતું કે તેઓ અંગ્રેજો માટે કઈ પણ કરશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સાવરકરે બ્રિટિશ સરકારને પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'હું કોઈ પણ રાજનૈતિક ગતિવિધિઓમાં જોડાયેલો નથી, મને મુક્ત કરી દો'. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જયારે સાવરકરે પત્ર લખ્યો ત્યારે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને ભીમરાવ આંબેડકર ભારતની આઝાદી માટે લડત ચલાવતા હતા.

આ પણ વાંચો: નોટબંધીનો નિર્ણય કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા: રાહુલ ગાંધી

English summary
Savarkar's grandson files complaint against Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X