
Video: કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીનો મહિલા સાથે દુર્વ્યવહાર
સાવન શરુ થવાની સાથે જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યાં જ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે આવનારી મહિલા ભક્તો સાથે મંદિર પરિસરમાં પોલીસકર્મી ઘ્વારા ગેરવર્તણૂક કરવાનો મામલો સીસીટીવી ફૂટેઝમાં આવ્યો છે. વીડિયોમાં તમે સાફ જોઈ શકો છો કે કેવી રીતે પુરુષ પોલીસકર્મી મહિલા ભક્તોને પકડી પકડીને ખેંચી રહ્યા છે.
કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર પોલીસકર્મીનો શિવ ભક્તો સાથે કરવામાં આવી રહેલો દુર્વ્યવહાર મંદિરમાં ગર્ભગૃહમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ચુક્યો છે. ખરેખર મંદિર પ્રશાશને ઓનલાઇન દર્શન માટે દેશમાં દૂર બેઠેલા ભક્તો માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેમાં પૂજન પહેલા જ કઈ રીતે ગર્ભગૃહમાં હાજર રહેલા પોલીસકર્મીઓ મહિલા અને પુરુષોમાં ગળામાં જબરજસ્તી હાથ નાખીને તેમને બહાર ખેંચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરામાં સાફ જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ મહિલાઓને વાળ પકડીને પણ બહાર ખેંચી રહ્યા છે.