For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિ પણ ન કરી શકે પત્નીના ATM કાર્ડનો ઉપયોગ, 4 વર્ષ જૂના કેસમાં મહિલાને લાગ્યો ઝાટકો

હંમેશા લોકો પોતાની આળસ અથવા વ્યસ્તતાને કારણે પોતાનું એટીએમ કાર્ડ અન્યોને આપીને પૈસા ઉપાડવા માટે કહેતા હોય છે, પરંતુ ક્યારેક આવી આળસ તમને મુસિબતમાં ફસાવી શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હંમેશા લોકો પોતાની આળસ અથવા વ્યસ્તતાને કારણે પોતાનું એટીએમ કાર્ડ અન્યોને આપીને પૈસા ઉપાડવા માટે કહેતા હોય છે, પરંતુ ક્યારેક આવી આળસ તમને મુસિબતમાં ફસાવી શકે છે. બેંગ્લોરમાં આવો જ એક 4 વર્ષ જૂનો કેસ સામે આવ્યો છે. જેમાં પત્નીએ તેના પતિને પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડ આપ્યું હતું અને હવે 25000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

પત્નીના એટીએમનો ઉપયોગ ન કરી શકે પતિ

પત્નીના એટીએમનો ઉપયોગ ન કરી શકે પતિ

બેંગ્લોરના મરાઠાહલ્લી વિસ્તારમાં રહેતી વંદનાએ 14 નવેમ્બર 2013ના રોજ પોતાના પતિ રાજેશને એટીએમ કાર્ડ દઈને પૈસા ઉપાડવા માટે મોકલ્યો હતો. એ વખતે વંદના મેટર્નિટી લિવ પર હતી. રાજેશે એટીએમમાંથી 25 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પૈસા ઉપડ્યાની પર્ચી આવી ગઈ પણ રાજેશને પૈસા નહોતા મળ્યા. આ મામલે રાજેશે બેકને સંપૂર્ણ મામલાની જાણકારી આપી હતી. 24 કલાક બાદ પણ પૈસા રિફન્ડ ન મળતાં રાજેશે એસબીઆઈની બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી. બેંકે રિફન્ડ દેવાને બદલે કેસ જ બંધ કરી દીધો.

એટીએમ પિન શેર થયો માટે કેસ ખતમ

એટીએમ પિન શેર થયો માટે કેસ ખતમ

બેંકે દલીલ કરી કે કાર્ડ હોલ્ડરે એટીએમ પિન અન્ શખ્સ સાથે શેર કર્યો જે બેંકના નિયમોની વિરુદ્ધ છે. પીડિત રાજેશે એટીએમના ફુટેજ બતાવ્યા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પૈસા નથી નીકળ્યા, પરંતુ બેંકની તપાસ સમિતિએ એમ કહીને કેસને બંધ કરી દીધો કે ખાતાધારક વંદના બેંકમાં હાજર નથી એણે એટીએમ પિન પોતાના પતિ સાથે શરે કર્યો જે નિયમોની વિરુદ્ધ છે માટે કેસ બંધ કરવામાં આવે છે.

કોર્ટે બેંકના પક્ષમાં ફેસલો સંભળાવ્યો

કોર્ટે બેંકના પક્ષમાં ફેસલો સંભળાવ્યો

બાદમાં પીડિતોએ 21 ઓક્ટોબર 2014ના રોજ ગ્રાહક સુરક્ષામાં અરજી દાખલ કરી હતી. સાડા ત્રણ વર્ષ સુધી આ કેસ ચાલતો રહ્યો. પીડિતે દલિલ કરી હતી કે વંદના નેટરનિટી લીવ પર હતી અને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર એ સમયે તે ઘરની બહાર નીકળી શકે તેમ ન હતી માટે પોતાના પતિને એટીએમ કાર્ડનો ઉપયોગ કરવા આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જો ખાતાધારક ઘરની બહાર ન નીકળી શકે તેમ હોય તે સેલ્ફ ચેક અથવા તો અધિકાર પત્ર આપીને પૈસા ઉપાડવા માટે પતિને મોકલવો જોઈતો હતો. કોર્ટે બેંકના પક્ષમાં ફેસલો સંભળાવતા કેસ બંધ કરી દીધો.

English summary
A casual act of letting your spouse or a close relative/friend withdraw money from an ATM using your debit card could prove costly. This is what a Benglauru woman on maternity leave recently learnt, albeit the hard way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X