For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે લગ્નમાં થતા ખર્ચનો કેન્દ્ર સરકારને હિસાબ આપવો પડશે

સુપ્રીમકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે લગ્ન થતા ખર્ચનો હિસાબ આપવો સરકાર ફરિજયાત કરે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સુપ્રીમકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે લગ્ન થતા ખર્ચનો હિસાબ આપવો સરકાર ફરિજયાત કરે. હવે જો સરકાર સુપ્રિમકોર્ટની સલાહનો અમલ કરે તો આવનારા દિવસોમાં તમારે પોતાના ઘરમાં થતા લગ્નનો આખો હિસાબ સરકારને આપવો પડશે. સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું છે કે તેઓ લગ્નમાં થતા ખર્ચનો હિસાબ આપવા પર વિચાર કરે.

દહેજ જેવી કુપ્રથા રોકવા માટે ઉઠાવ્યું આ પગલું

દહેજ જેવી કુપ્રથા રોકવા માટે ઉઠાવ્યું આ પગલું

દહેજ જેવી કુપ્રથા અને ભવ્ય લગ્નો પાછળ ભારે ખર્ચો રોકવા માટે સુપ્રીમકોર્ટે સરકારને આ સલાહ આપી છે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દુલ્હા અને દુલ્હન બંને પક્ષો લગ્નમાં થયેલા ખર્ચનો હિસાબ આપે. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પગલાં ઘ્વારા દહેજ જેવી પ્રથા પર લગામ લગાવવામાં આવશે. તેની સાથે સાથે દહેજ કાનૂન હેઠળ નોંધાતી નકલી ફરિયાદ પણ અટકી જશે.

નક્કી કરેલા લગ્નનો એક હિસ્સો યુવતીના બેંક એકાઉન્ટમાં જમા થાય

નક્કી કરેલા લગ્નનો એક હિસ્સો યુવતીના બેંક એકાઉન્ટમાં જમા થાય

ઉપલી અદાલત ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે આ બાબતે નિયમ અને કાનૂન જાંચ પરખ કરીને વિચાર કરવો જોઈએ. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નક્કી કરેલા લગ્નનો એક હિસ્સો યુવતીના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે. જેથી ભવિષ્યમાં જરૂર પડવા પર તેનો ઉપયોગ થઇ શકે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને ફરજીયાત કરવા પર પણ સરકાર વિચાર કરી શકે છે.

એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિંહને કેસ લેવા માટે કહ્યું

એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિંહને કેસ લેવા માટે કહ્યું

કોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને એક નોટિસ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે સરકાર પોતાના લો ઓફિસર ઘ્વારા આ મામલે પોતાનું મંતવ્ય જણાવે. અદાલતે એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિંહ ને નિવેદન કર્યું છે કે તેઓ કોર્ટને અસિસ્ટ કરે. સુપ્રીમકોર્ટ એક લગ્ન વિવાદની અરજી પર સુનાવણી કરી રહ્યું હતું. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે આવા મામલા રોકવા માટે લગ્નના ખર્ચનો હિસાબ જમા કરવા માટે સુજાવ માંગ્યો.

English summary
SC ask to central govt Make it Compulsory to Disclose Wedding Expenditure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X