લોન મોરેટોરિયમઃ 3 દિવસની અંદર વ્યાજ પર થશે નિર્ણય, SCએ RBIને આપ્યો આદેશ
લોન મોરેટોરિયમનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. શુક્રવારે કેસમાં સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને નાણાં મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે. સાથે જ બંનેને ત્રણ દિવસની અંદર સંયુક્ત બેઠક કરીને વ્યાજ માટે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે તે વ્યાજ માફ કરવાની વાત નથી કરી રહ્યા, કોર્ટને માત્ર વધુ વ્યાજ લેવા પર વાંધો છે. વ્યાજ માફ કરવા પર આરબીઆઈએ બે લાખ કરોડના નુકશાનની વાત કહી હતી.
વાસ્તવમાં આરબીઆઈએ લોન મોરેટોરિયમનો સમય 31 ઓગસ્ટ સુધી વધારી દીધો હતો પરંતુ હજુ આ કેસમાં ઘણા બધા સવાલ ગ્રાહકોના મનમાં છે જેના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરીને કોર્ટે કહ્યુ કે અમારી ચિંતા માત્ર એટલી છે કે શું હજુ સ્થગિત કરવામાં આવેલ વ્યાજને બાદમાં મૂળ રકમ સાથે ઉમેરવામાં આવશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે તે વ્યાજને માફ કરવા માટે નથી કહી રહ્યા, તે માત્ર તેને ટાળવાની વાત કહી રહ્યા છે.
કોર્ટના જણાવ્યા મુજબ અત્યારે જે ઈએમઆઈમાં છૂટ બેંકોએ આપી છે બાદમાં તેના પર વધુ વ્યાજ ન લેવુ જોઈએ. આના પર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલે કહ્યુ કે આ કેસમાં આરબીઆઈ અને નાણા મંત્રાલયના અધિકારી આ સપ્તાહે બેઠક કરવાના છે. જેના પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ત્રણ દિવસની અંદર આરબીઆઈ નાણાં મંત્રાલય સાથે બેઠક કરે અને આ બાબતનો નિષ્કર્ષ કાઢે. કેસની આગામી સુનાવણી 17 જૂને થવાની છે.
શું છે લોન મોરેટોરિયમ?
વાસ્તવમાં લૉકડાઉનના કારણે બધા કામકાજ બંધ છે. ઘરનો ખર્ચ લોકો કોઈ રીતે ચલાવી રહ્યા હતા પરંતુ ઈએમઆઈ જમા કરાવવા માટે તેમની સામે મોટુ સંકટ ઉભુ થઈ ગયુ હતુ. જેના પર રાહત આપીને સરકારે લોન મોરેટોરિયમ શરૂ કર્યુ. જે હેઠળ 31 ઓગસ્ટ એટલે કે છ મહિના સુધી લોકોને ઈએમઆઈ જમા કરાવવાની છૂટ મળી હતી. આરબીઆઈની ઘોષણા બાદથી વ્યાજ માટે કન્ફ્યુઝન છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યુ કે બેંક ઈએમઆઈ પર મહોલત આપવા સાથે વ્યાજ લગાવી રહી છે કે જે સંપૂર્ણપણે ખોટુ છે. આ બાબતે આરબીઆઈએ પણ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે વ્યાજ માફ કરવાની બેંકોને બે લાખ કરોડનુ નુકશાન થશે.
કોરોનાના દર્દીઓનો હોસ્પિટલોમાં જાનવરોથી પણ બદતર ઈલાજ થઈ રહ્યો છેઃ SC