For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ડિઝલ વાહનો પર સુપ્રીમનો પ્રતિબંધ

By Kalpesh L Kandoriya
|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે 2000 સીસીથી વધુ શક્તિવાળા ડિઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં વધી રહેલ પ્રદુષણની સમસ્યાનો હલ લાવવા માટે 1 માર્ચ 2016 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Supreme court

સુપ્રીમના જસ્ટિસ ટી.એસ. ઠાકુર, એકે સિકરી અને આર.ભાનુમતીની ખંડપીઠે કરેલા આદેશ મુજબ 2000 સીસીથી વધુ શક્તિવાળી એસયુવી અને કાર્સનું રજિસ્ટ્રેશન દિલ્હીમાં નહીં થાય. ઉપરાંત 2005 પહેલા નોંધણી થયેલા કોમર્સિયલ વાહનોને દિલ્હીમાં એન્ટ્રી નહીં મળે. કાર ડિલર્સની અરજીની ટીપ્પણી કરતાં સુપ્રીમે કહ્યું હતું કે અહ્યાં લોકોનાં સ્વાસ્થ્ય જોખમાઇ રહ્યાં છે અને તમને કાર વેંચવાની પડી છે?


ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીની કેજરીવાલ સરકારે પ્રદુષણને ઘટાડવાના હેતુ ઓડ-ઇવન સિસ્ટમ મુજબ કાર ચલાવવા નિયમો બનાવ્યા હતા. જે મુજબ ત્રણ દિવસ એકી નંબરપ્લેટ વાળી ગાડી અને બીજા ત્રણ દિવસે બેકી નંબરપ્લેટ વાળી ગાડી ચલાવવામાં આવશે. ત્યારે આ સિસ્ટમના કારણે પ્રદુષણમાં વધારો થાય તેવી શક્યતા છે. આવી સિસ્ટમથી લોકો બીજી ગાડી ખરીદવા માટે મજબૂર થઇ જશે.

English summary
The Supreme Court on Wednesday, Dec 16, banned the registration of diesel-run SUVs and cars having engines beyond 2000 cc in Delhi and NCR from March 1, 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X