For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઇ કૅમ્પાકોલા રહેવાસીઓને આપી મોટી રાહત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 નવેમ્બર: મુંબઇમાં આવેલી કૅમ્પાકોલા બિલ્ડિંગને ગેરકાયદેસર હોવાનું કહી મુંબઇ કોર્પોરેશન દ્વારા આ ઇમારતને તોડી પાડવાનો પરવાનો જાહેર કરી દીધો હતો. એવામાં દેશની સર્વોચ્ચ અદાલતે આજે સુઓમોટો લઇને બિલ્ડિંગને 31 મે 2014 તોડવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે આની સાથે જ અહીંના રહેવાસીઓના જીવમાં જીવ આવ્યો હતો.

આજે સવારે-સવારે મુંબઇના વર્લી વિસ્તારમાં કૅમ્પાકોલા કંપાઉન્ડમાં તોડફોડની કાર્યવાહી માટે બીએમસીની ટીમ આવી પહોંચી હતી. બીએમસીની ટીમ ભારે પોલીસ વ્યવસ્થાની સાથે આવી પહોંચી હતી. સવારે સવારે બીએમસીની ટીમને સોસાયટીના લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

અહીના રહેવાસીઓ આજે પણ બીએમસીના અધિકારીઓને અંદર ન્હોતા ઘુસવા દઇ રહ્યા. પરંતુ બીએમસીની ટીમ પોલીસ મદદ લઇને અંદર પહોંચી ગઇ અને મીટર કાઢીને તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી. ગઇકાલથી લઇને આજે સવારે 11 વાગ્યા સુધી અહીં રહેલા 96 પરિવારોના લોકો પોલીસ સામે પોતાનું ઘર તૂટતા બચાવવા માટે ઝઝૂમતા રહ્યા, રોતા અને કકળતા રહ્યા. પરંતુ પોલીસ નિષ્ઠુર બનીને તેમને ત્યાંથી ખદેડતી રહી, તેમની પર લાઠીચાર્જ કરતી રહી. અહીં સુધી સોસાયટીનો મેઇન ગેટ પણ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યો.

સ્થાનીય લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓ પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો. મહિલાઓએ પોલીસ પર મારા મારવાનો આરોપ લગાવ્યો. આ ઉપરાંત ઘટના સ્થળે ભાજપી નેતા શાયના એનસી અને કોંગ્રેસી સાંસદ મિલિંદ દેવરા પણ આવી પહોંચ્યા હતા. અત્રે આવીને તેમણે રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું. એટલામાં જ સુપ્રીમ કોર્ટે આ મામલે મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો લઇને કૈંમ્પકૌલા બિલ્ડિંગ તોડવા પર 31 મે 2014 સુધી રોક લગાવી દીધો છે.

કૈમ્પા કોલા ડિમોલીશનનો વિરોધ

કૈમ્પા કોલા ડિમોલીશનનો વિરોધ

કૈમ્પા કોલા ડિમોલીશનનો ગઇકાલથી જ અત્રે રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા હતા.

ડિમોલીશનનો વિરોધ

ડિમોલીશનનો વિરોધ

કૈમ્પા કોલા ડિમોલીશનનો ગઇકાલથી જ અત્રે રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત સાથે બીએમસીની ટીમ આવી પહોંચી

પોલીસ બંદોબસ્ત સાથે બીએમસીની ટીમ આવી પહોંચી

મુંબઇમાં આવેલી કૈમ્પાકોલા બિલ્ડિંગને ગેરકાયદેસર હોવાનું કહી મુંબઇ કોર્પોરેશન દ્વારા આ ઇમારતને તોડી પાડવાનો પરવાનો જાહેર કરી દીધો હતો. આજે સવારે-સવારે મુંબઇના વર્લી વિસ્તારમાં કૈમ્પાકોલા કંપાઉન્ડમાં તોડફોડની કાર્યવાહી માટે બીએમસીની ટીમ આવી પહોંચી હતી.

કૈમ્પા કોલા ડિમોલીશનનો વિરોધ

કૈમ્પા કોલા ડિમોલીશનનો વિરોધ

બીએમસીની ટીમ ભારે પોલીસ વ્યવસ્થાની સાથે આવી પહોંચી હતી. 96 પરિવારોના લોકો પોલીસ સામે પોતાનું ઘર તૂટતા બચાવવા માટે ઝઝૂમતા રહ્યા, રોતા અને કકળતા રહ્યા. પરંતુ પોલીસ નિષ્ઠુર બનીને તેમને ત્યાંથી ખદેડતી રહી, તેમની પર લાઠીચાર્જ કરતી રહી. અહીં સુધી સોસાયટીનો મેઇન ગેટ પણ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યો.

કૈમ્પા કોલાનો ગેટ તોડી પાડ્યો

કૈમ્પા કોલાનો ગેટ તોડી પાડ્યો

અહીના રહેવાસીઓ આજે પણ બીએમસીના અધિકારીઓને અંદર ન્હોતા ઘુસવા દઇ રહ્યા. પરંતુ બીએમસીની ટીમ પોલીસ મદદ લઇને અંદર પહોંચી ગઇ અને મીટર કાઢીને તોડફોડની કાર્યવાહી શરૂ કરી દીધી. અહીં સુધી સોસાયટીનો મેઇન ગેટ પણ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યો.

આખરે રહેવાસીઓને મળી છ મહિનાની રાહત

આખરે રહેવાસીઓને મળી છ મહિનાની રાહત

દેશની સર્વોચ્ચ અદાલતે આજે સુઓમોટો લઇને બિલ્ડિંગને 31 મે 2014 તોડવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે આની સાથે જ અહીંના રહેવાસીઓના જીવમાં જીવ આવ્યો હતો.

English summary
Supreme Court directs BMC not to demolish Campa Cola society till May 31, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X