For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2જી કૌભાંડની તપાસથી દૂર કરવામાં આવ્યા CBI ચીફ, SCનો આદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 નવેમ્બર: સીબીઆઇના ડાયરેક્ટર રંજીત સિન્હાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમને 2જી ઘોટાળા સાથે જોડાયેલ કોઇપણ તપાસથી દૂર રહેવાનો આદેશા આપી દીધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે રંજીત સિંહા 2જી કૌભાંડ સાથે જોડાયેલ કોઇપણ તપાસમાં સામેલ નહીં થાય અને તમામ દસ્તાવેજ તપાસ ટીમના સૌથી મોટા અધિકારીને સોંપશે.

એક એનજીઓ સીપીઆઇએલે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇ ચીફ કેટલાંક આરોપીઓને બચાવવાની કોશીશ કરી રહ્યા છે. તેમના ઘરે મળેલી વિઝિટર્સ ડાયરીથી માલૂમ પડે છે કે તેઓ ઘર પર મામલાને સંબંધિત ઘણા લોકોને મળે છે, માટે અરજીકર્તા સીપીઆઇએલે માંગ કરી હતી કે રંજીત સિંહાને 2જી કૌભાંડની તપાસથી અલગ કરવામાં આવે કારણ કે તેમની હાજરીથી તપાસ પર અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જે તથ્ય આપવામાં આવ્યા છે તે યોગ્ય લાગી રહ્યા છે પરંતુ અમે વધારે કંઇપણ નહીં કહેવા માંગતા કારણ કે આ સીબીઆઇની છબીનો સવાલ છે.

ranjit sinha
આ પહેલા સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અંદર કામકાજને લઇને કડક ટિપ્પણી કરી અને જણાવ્યું કે એવું લાગે છે કે તપાસ એજન્સીમાં બધું જ યોગ્ય નથી ચાલી રહ્યું. કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટર રંજીત સિન્હાની વિરુદ્ધ એક એનજીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે જણાવ્યું કે તેમાં 'કોઇ સત્યતા' છે. નોંધનીય છે કે એનજીઓ સેંટર ફોર પબ્લિક ઇંટરેસ્ટ લિટિગેશને અરજીમાં જણાવ્યું કે 2જી ગોટાળાના કેટલાંક આરોપીઓને સિન્હાએ બચાવવાની કોશીશ કરી હોય તેવું બની શકે છે.

સિન્હાએ ગઇ કાલે કોર્ટને જણાવ્યું હતું કે ડીઆઇજી રેંકના સીબીઆઇ ઓફીસર સંતોષ રસ્તોગીએ ઉપરની એનજીઓને એવા દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યા છે જેના કારણે તેમની પર આધારહીન અને ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર તરફથી વિશેષ લોક અભિયોજક આનંદ ગ્રોવરે જણાવ્યું કે સિન્હાએ 2જી કેસમાં દખલગીરી કરી હતી જે એજન્સીના સ્ટેન્ડથી બિલકૂલ ભિન્ન હતું. ગ્રોવરે જણાવ્યું કે જો સિન્હાની વાત માનવામાં આવી હોત તો 2 જીમાં અમારો કેસ સંપૂર્ણ રીતે બર્બાદ થઇ જતો. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે 2જી કૌભાંડની તપાસથી સંતોષ રસ્તોગીને હટાવવા તેમના આદેશનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ચીફ રંજીત સિન્હાને જણાવ્યું કે એવું લાગે છે કે તેમને એક ખાસ ઉદ્દેશ્યથી સીબીઆઇથી બહાર ટ્રાંસફર કરવામાં આવ્યા. તેઓ પોતાના માર્ગમાંથી કાંટા દૂર કરવા માંગતા હતા જેથી તેમનો કોઇ વિરોધ ના કરે, એટલા માટે રસ્તોગીનું ટ્રાંસફર કરવામાં આવ્યું. શું આ કોર્ટના આદેશની સાથે છેડછાડ નથી. જો તે આપના અનુસાર કામ ન્હોતા કરી રહ્યા તો આપે કોર્ટમાં જાણ કરવી જોઇતી હતી. અમે જ્યારે રસ્તોગીને ટીમમાં સામેલ કર્યા હતા, તો એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોઇ પણ અધિકારીને અડવામાં નહીં આવે, તો પછી આવું કેમ થયું. એક સીનિયર અધિકારીએ હંમેશા ટીમ વર્કમાં કામ કરવું જોઇએ.

કોર્ટે આ વાત પર પણ નાખુશી વ્યક્ત કરીને મામલાની સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં સીબીઆઇ ઓફીસર કોર્ટ રૂમમાં હાજર હતા. કોર્ટે જણાવ્યું કે કોર્ટ રૂમના સ્થાને પોતાની ડ્યૂટી પર હોવા જોઇતા હતા. આઠ સીબીઆઇ ઓફીસર કોર્ટમાં તે સમયે હાજર હતા જે કોર્ટનું વલણ જોઇ બાદમાં ત્યાંથી ચાલ્યા ગયા.

English summary
In a rap to CBI Director Ranjit Sinha, the Supreme Court on Thursday directed him not to interfere in the 2G spectrum case and recuse himself from its investigation and prosecution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X