કોરોનાથી મરનાર વકીલોના પરિવારજનોને 50 લાખના વળતરની માંગ કરતી અરજીને SCએ ફગાવી
કોરોના મહામારીના કારણે મરનાર દર્દીઓના પરિવારજનો માટે 50 લાખના વળતરની માંગ કરીને અરજી દાખલ કરવામાં આવી પરંતુ આજે આ અરજીને ફગાવી દેવામાં આવી છે.
નવી દિલ્લીઃ કોરોના મહામારીના કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈક જ એવુ ઘર બચ્યુ હશે જ્યાં કોરોનાએ પગપેસારો ન કર્યો હોય. કોરોના મહામારીના કારણે મરનાર દર્દીઓના પરિવારજનો માટે 50 લાખના વળતરની માંગ કરીને અરજી દાખલ કરવામાં આવી પરંતુ આજે આ અરજીને ફગાવી દેવામાં આવી છે. કોરોના મહામારીના કારણે મરનાર વકીલોના પરિવારને 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરતી અરજીને ફગાવીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દેશમાં બધા લોકોએ આ મહામારીનો સામનો કરવો પડ્યો છે તો વકીલોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનુ કોઈ કારણ નથી.

સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી એટલુ જ નહિ પરંતુ આ સાથે અરજી દાખલ કરનાર વકીલ પર 10000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે અરજીકર્તા વકીલ પ્રદીપ યાદવ પર દસ હજાર રૂપિયાનો દંડ લગાવીને કહ્યુ કે જ્યારે દેશના બધા લોકોને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે તો વકીલોને અપવાદ કેવી રીતે માની શકાય. કોર્ટે અરજીકર્તાને 1 સપ્તાહની અંદર દંડની રકમ જમા કરાવવા કહ્યુ છે.
તમને જણાવી દઈએ કે અરજીકર્તાએ પોતાની અરજીમાં માંગ કરી હતી કે કોરોના કે અન્ય કોઈ કારણે મરનાર 60 વર્ષથી ઓછી ઉંમરના વકીલોના પરિવારજનોને 50 લાખ રૂપિયાનુ વળતર મળવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે કોરોનાના કારણે આત્મહત્યા કરનાર મોતને કોરોનાથી થયેલ મોત માનવામાં આવે અને આને લઈને રાજ્ય સરકારોને પણ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે.












Click it and Unblock the Notifications
