CBSE 10મા-12માના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે સીબીએસઈના 10માં અને 12માં ધોરણના છાત્રોની પરીક્ષા ફી માફ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે તે દિલ્લી સરકાર અને સીબીએસઈની પરીક્ષા ફી ન લેવા માટે આદેશ આપે. મંગળવારે અદાલતે આ રીતનો કોઈ આદેશ સીબીએસઈ અને દિલ્લી સરકારને આપવાનો ઈનકાર કરીને આ અરજીને ફગાવી દીધી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે વર્તમાન એકેડમી વર્ષમાં કોરોના મહામારીના કારણે અસામાન્ય પરિસ્થિતિઓના કારણે 10માં અને 12માં ધોરણના સીબીએસ છાત્રો માટે પરીક્ષા ફી માફ કરી દેવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે મહામારીના કારણે ઘણા છાત્રોના માતાપિતાની આર્થિક સ્થિતિ સારી નથી. જસ્ટીસ અશોક ભૂષણ અને સુભાષ રેડ્ડી એમ આર શાહની બેંચે અરજીને ફગાવીને કહ્યુ કે અદાલત સરકારને આવો કોઈ નિર્દેશ કેવી રીતે આપી શકે? તમે આ માંગ લઈને સરકાર પાસે જાવ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા અરજી દિલ્લી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ દિલ્લી હાઈકોર્ટે આ અરજી પર કોઈ આદેશ આપવાના બદલે જનહિત રજીને રિપ્રેઝન્ટેશન તરીકે લેવા માટે સીબીએસઈ, દિલ્લી સરકાર અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ અરજીકર્તા સંતુષ્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળીને મોટા થયા બરાક ઓબામા