For Quick Alerts
For Daily Alerts
પ્રીતિ જૈન બળાત્કાર કેસમાં મધુર ભંડારકરને મળી રાહત
નવી દિલ્હી, 5 નવેમ્બર: બોલીવૂડના જાણીતા નિર્દેશક મધુર ભંડારકરને પ્રીતિ જૈન બળાત્કાર કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે સોમવારે તેમને રાહત આપતાં બળાત્કારના બધા આરોપોને બદતરફ કરવાની સૂચના આપી દિધી છે.
બોલીવૂડની કલાકાર પ્રીતિ જૈને મધુર ભંડારકર પર ચાર વર્ષમાં 16 વખત શારિરીક સંબંધ બનાવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપો લગાવ્યા હતા. 2006માં આ રિપોર્ટ ફાઇલ થઇ ગયા હતા, ત્યારબાદ મધુર ભંડારકરને 2007માં ક્લીનચીટ મળી હતી પરંતુ પ્રિતી જૈને તેને ખોટા ગણાવતાં અંધેરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
મુંબઇની અંધેરી કોર્ટે પ્રીતિ જૈનની અપીલને બારીકાઇથી જોઇ અને તેના રિપોર્ટને 2009માં ખોટો ગણાવતાં તપાસ અધિકારીને ફરીથી રિપોર્ટ ફાઇલ કરવા માટે કહ્યું હતું.
મધુર ભંડારકરે આ આરોપોને પોતાના વિરૂદ્ધનું કાતવરૂ ગણાવ્યું હતું. સોમવારે તેમને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી છે અને કોર્ટે તેમના વિરૂદ્ધ લાગેલા આરોપોને બરતરફ કર્યા છે. પ્રિતી જૈને મધુર ભંડારકર પર જે પણ આરોપો લગાવ્યા હતા તેને નકારી કાઢ્યાં છે.