સેમી ન્યૂડ વીડિયો મામલે કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
કેરળની એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાની આગોતરા જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રેહાનાએ પોતાના સેમી ન્યૂડ વીડિયો માટે થયેલ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન માંગ્યા હતા. આના પર શુક્રવારે સુનાવણી કરીને જસ્ટીસ અરુણ મિશ્રાએ વીડિયોને વાંધાજનક ગણાવીને નારાજગી વ્યક્ત કરી અને જામીન આપવાનો ઈનકાર કરી દીધો.
સોશિયલ મીડિયા પર ફાતિમાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આમાં તેના સગીર દીકરા અને દીકરીને તેના અર્ધ નગ્ન શરીર પર પેઈન્ટીંગ કરતા બતાવવામાં આવ્યા હતા. તેણે હેશટેગ બૉડીઆર્ટ સાથે આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આના પર વાંધો દર્શાવીને કેરળ સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે પોલિસને તેમની સામે કેસ નોંધવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ ફાતિમા સામે અલગ અલગ પોલિસ સ્ટેશનોમાં બે ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદ નોંધ્યા બાદ ફાતિમાએ કેરળ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે અરજી પર કહ્યુ કે આ અશ્લીલતા છે જેમાં વાદીએ સગીર બાળકોનો ઉપયોગ કર્યો. 24 જુલાઈએ હાઈકોર્ટે તેની જામીન અરજીને ફગાવીને પોલિસને તપાસ ચાલુ રાખવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. જેના પર સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુણ મિશ્રાએ આને અશ્લીલતા કહ્યુ અને જામીન આપ્યા નહિ. રેહાના ફાતિમા સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે પણ ચર્ચામાં રહી છે. આ પહેલા રેહાના મૉરલ પોલિસિંગ સામે કિસ ઑફ લવ કેમ્પેઈનનો પણ હિસ્સો રહી ચૂકી છે.
જમ્મુ કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બન્યા મનોજ સિન્હા, પૂર્વ LG જીસી મૂર્મુને મળી આ જવાબદારી