For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં SC/ST એક્ટ પર શું બોલ્યા અમિત શાહ?

દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત બે દિવસીય ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018 ના અંતમાં દેશના ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને 2019 લોકસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે દિલ્હીમાં આજે ભાજપના દિગ્ગજ નેતા મહામંથન કરી રહ્યા છે. દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત બે દિવસીય ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. વળી, SC/ST એક્ટ અંગે સવર્ણ સમાજની નારાજગી પર પણ નિવેદન આપ્યુ.

2019 ની લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહિ

2019 ની લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહિ

અમિત શાહને જ્યારે SC/ST એક્ટ પર સવર્ણોની નારાજગી અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ, ‘SC/ST એક્ટ મુદ્દે દેશભરમાં એક ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આનાથી આવનારી 2019 લોકસભા ચૂંટણી પર કોઈ અસર પડશે નહિ.' તમને જણાવી દઈએ કે સવર્ણ સમાજ સાથે જોડાયેલા સંગઠનોએ 6 સપ્ટેમ્બરે ભારત બંધ કર્યુ હતુ. જેની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી હતી. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા હતા કે શું આ બંધથી ભાજપને આવનારા સમયમા નુકશાન થશે?

આ પણ વાંચોઃ‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'આ પણ વાંચોઃ‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'

તેલંગાનામાં પૂરી તાકાતથી લડશે ભાજપ

તેલંગાનામાં પૂરી તાકાતથી લડશે ભાજપ

સૂત્રોની માનીએ તો ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંગેની રણનીતિ પર ચર્ચા થઈ. બેઠકમાં અમિત શાહે કહ્યુ કે ત્રણ રાજ્યો ઉપરાંત પાર્ટી તેલંગાનામાં ગુરુવારે જ સીએમ કે સી રાવે વિધાનસભા ભંગ કરવાનું એલાન કર્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે તેલંગાનામાં પણ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે ચૂંટણી થઈ શકે છે.

બેઠકને સંબોધિત કરશે પીએમ મોદી

બેઠકને સંબોધિત કરશે પીએમ મોદી

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભાષણ સાથે બેઠકની શરૂઆત થઈ. પહેલા આ બેઠક 18 અને 19 ઓગસ્ટે થવાની હતી પરંતુ 16 ઓગસ્ટે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ચૂંટણી રણનીતિના કારણે ઘણી મહત્વની માનવામાં આવી રહેલી આ બેઠકનું સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ સાથે થશે. બેઠકને પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુરલી મનોહર જોશી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને નાણામંત્રી અરુણ જેટલી પણ સંબોધિત કરશે.

આ પણ વાંચોઃકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યોઆ પણ વાંચોઃકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યો

English summary
SC ST Act Issue Would Not Cause Any Impact On Lok Sabha Elections 2019, Says BJP President Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X