For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં આજે રજૂ થઇ શકે છે પ્રમોશનમાં આરક્ષણ બિલ

By Super
|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 10 ડિસેમ્બરઃ રાજ્યસભામાં પ્રમોશનમાં આરક્ષણ અંગેનું બિલ રજૂ થઇ શકે છે. જેનો વિરોધ સમાજવાદી પાર્ટી કરી રહી છે. આ મામલે સદનમાં આજે હંગામો થવાના એંઘાણ છે. નોંધનીય છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં આરક્ષણના વિરોધમાં સમાજવાદી પાર્ટીના સભ્યોના હંગામાના કારણે થોડા સમય પહેલાં રાજ્યસભાની બેઠક સ્થગિત કરવામાં આવી હતી.

સપાના સભ્યો અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓને સરકારી નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણનો સદનામાં અનેક વખત વીરોધ કરતા જોવા મળ્યાં છે.

ગત સપ્તાહમાં સપાના સભ્યોએ હંગામા પર આપત્તિ વ્યક્ત કરતા સદનમાં વિપક્ષના નેતા અરૂણ જેટલીને કહ્યું હતું કે સરકારે નક્કી કરી લીધું છે કે તે અને તેમના સમર્થક દળો સદનને ચાલવા નહીં દે. તેમણે કહ્યું કે સદનના નેતાઓએ અહીં આવીને જણાવવું જોઇએ કે તે સદનને ચાલવા દેવા માંગે છે કે નહીં. ભાજપના જ એમ વેંકૈયા નાયડૂએ આરોપ લગાવ્યો કે સરકારના સમર્થક દળ રોજ રોજ સદનની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદે ઉંચા પદમાં અનુસૂચિત જાત-જનજાતિના લોકોને આરક્ષણ સંબંધી ઠરાવ પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ મુદ્દાને લઇને તેઓ જનતા વચ્ચે જશે. યાદવે સંસદ પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું કે અમે ઠરાવનો વિરોધ કર્યો છે અને કરીશું. સરકાર તરફથી આ ઠરાવને લઇને અમારી સાથે કોઇ વાતચીત કરવામાં આવી નથી. તેમની પાર્ટી આ મુદ્દાને લઇને જનતા વચ્ચે જશે અને જવાનું શરું થઇ જશે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી સપા અને બસપના સભ્યો વિભિન્ન મુદ્દાઓ પર હંગામાના કારણે ઉચ્ચ સદનમાં સતત ગતિરોધ કરવામા આવ્યો છે અને શિયાળુ સત્રના માત્ર એક વાર જ પ્રશ્નકાળ થયો છે.

English summary
The constitution amendment bill to restore quota in promotions for SC/STs will be the government's next major challenge during this week in Parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X