For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

93 મુંબઇ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણની ફાંસી સજા પર મનાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yakub
નવી દિલ્હી, 2 જૂન: 1993માં મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ગણાવવામાં આવેલા યાકૂબ રજાક મેમણની ફાંસી સજા પર સુપ્રીમ કોર્ટે મનાઇ ફરમાવી દિધી છે. આ પહેલાં 2013માં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં યાકુબ મેમણની ફાંસીની સજા યથાવત રાખી હતી, જ્યારે 10 ભાગેડુ આરોપીઓને ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવી દિધી હતી.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે મોતની સજાના મુદ્દે સમીક્ષાની અરજીઓ પર સુનાવણી અને ચૂકાદા ચેંમ્બર કાર્યવાહી ન કરવામાં આવનાર અરજીને બંધારણીય પીઠને મોકલી આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ યાકુબ મેમણની દયા અરજીને નકારી કાઢી હતી. મહારાષ્ટ્ર સરકાર અને ગૃહ મંત્રાલયોની ભલામણોને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રપતિએ યાકુબ મેમણની દયા અરજીને નકારી કાઢી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટ અને ભાગેડુ આતંકવાદી ટાઇગર મેમણના ભાઇ યાકુબ મેમણને વર્ષ 2007માં ટાડા કોર્ટે દોષી ગણાવતાં મોતની સજા સંભળાવી છે. તેને આપરાધિક કાવતરા તથા મુંબઇ બ્લાસ્ટમાં મદદગાર રહેવાના આરોપોમાં દોષી ગણવામાં આવ્યો હતો.

ગત વર્ષે માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે મુંબઇની ટાડા કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર 2013માં યાકુબ મેમણે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી લગાવી હતી.

યાકુબ મેમણને 1994માં કાઠમંડુ હવાઇમથક પરથી ધરપકડક કરવામાં આવ્યો હતો. મુંબઇમાં 1993માં ઘણી જગ્યાએ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકો મોતને ભેટ્યા હતા ને 713 લોકોને ઇજા પહોંચી હતી.

English summary
SC stays execution of 1993 Mumbai blast convict Yakub Memon. Last year President Pranab Mukherjee rejected his mercy plea after the recommendation by Home Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X